Video : અભિનેતા સોનુ સૂદે દેશી ટ્રેકટર સ્ટાર્ટ કરવા લગાવ્યો જુગાડ ! વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Dec 09, 2021 | 5:38 PM

આજકાલ સોનુ સૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.અભિનેતાનો આ અંદાજ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.

Video : અભિનેતા સોનુ સૂદે દેશી ટ્રેકટર સ્ટાર્ટ કરવા લગાવ્યો જુગાડ ! વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Actor Sonu Sood

Follow us on

Viral Video : સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર અભિનેતા સોનુ સૂદ(Actor Sonu Sood)  સોશિયલ મીડિયા (Social Media) પરખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ચાહકો માટે પોતાના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે.કોરોના કાળમાં ગરીબોના મસીહા તરીકે પોતાની ઓળખ બનાવનાર સોનુ સૂદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.જેમાં અભિનેતા એક દેશી ટ્રેક્ટર (Tractor) સ્ટાર્ટ કરતા જોવા મળે છે.

સોનુ સૂદનો અનોખો અંદાજ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સોનુ સૂદનો અંદાજ યુઝર્સને ખુબ જ પસંદ આવે છે. તાજેતરમાં વાયરલ (Viral) થઈ રહેલા વીડિયોમાં તે ચાહકોને એક ટ્રેક્ટરનો પરિચય આપી રહ્યા છે, જે ચાવી અને સ્વીચ દબાવ્યા વિના શરૂ થાય છે. અભિનેતાએ તેને એક નવું આધુનિક ટ્રેક્ટર(Modern Tractor)  ગણાવ્યું છે.સોનુ સૂદ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અભિનેતા જૂના ટ્રેક્ટર સાથે ઉભા છે અને ટ્રેક્ટર વિશે પરિચય આપતા જોવા મળે છે.આ સાથે તે ટ્રેક્ટરને શરૂ કરવા માટે તેમાં દોરડું બાંધીને ધીમેથી ખેંચે છે, બાદમાં આ ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ જાય છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો તેના વીડિયો પર શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો અભિનેતાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, અત્યાર સુધીની સૌથી આધુનિક ટ્રેક્ટર ઓટો સ્ટાર્ટ ટેક્નોલોજી…… ફ્રી રાઈડ મેરા પંજાબ ફોર ઓલ.’ સોશિયલ મીડિયા પર લોકો અભિનેતાને રિયલ હીરો (Real Hero) ગણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, વીડિયોમાં દેખાતું ટ્રેક્ટર ઘણું જૂનું છે. આવા ટ્રેક્ટર 60-70 ના દાયકામાં હતા અને ત્યારે પણ લોકો તેને આ રીતે સ્ટાર્ટ કરતા હતા. પરંતુ આધુનિક સમયમાં સ્વીચ અથવા તો બટન દબાવતા ટ્રેકટર સ્ટાર્ટ થઈ જાય છે. જો કે, જો આપણે સોનુ સૂદના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે છેલ્લે ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Video : મમ્મી બચાવો….. પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” કોઈ રોક લો”

Next Article