Politics Controversy : અરવિંદ કેજરીવાલનું મોબાઈલ રિચાર્જ થઈ ગયું પૂરું ! ભગવંત માને કરી પુષ્ટિ, જુઓ Video
દિલ્હી ચૂંટણી દરમિયાન, એક વાયરલ વીડિયોમાં ભગવંત માન જણાવે છે કે કેજરીવાલના ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું હતું. આ ઘટનાએ રાજકીય ચર્ચા જન્માવી છે.

અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ છે. જોકે આ દરમ્યાન ભગવંત માનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના મોબાઈલમાં રિચાર્જ ન હોવાની વાત કરવામાં આવી છે.
ભગવંત માને કહ્યું કે, એક વખત એવું થયું કે, મેં અરવિંદ કેજરીવાલજીને ફોન કર્યો અને ફોન વચ્ચે જ ડિસ્કનેક્ટ થઈ ગયો. જ્યારે મેં ફરીથી ફોન કર્યો ત્યારે એક અવાજ આવ્યો કે તમારા ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું છે. મેં કહ્યું, દોસ્ત, મને સારું નથી લાગતું કે હું મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી રહ્યો છું. બીજા ફોન પરથી ફોન કરો.
કેજરીવાલના ફોનમાં રિચાર્જ નથી ?
જ્યારે ભગવંત માને બીજા ફોન પરથી ફોન કર્યો, ત્યારે ભગવંત માને કહ્યું, માફ કરશો સાહેબ, ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું હતું. બધાની સામે તેણે શું કહ્યું ખબર છે? તે કહે છે કે તમારા ફોનનું તો બેલેન્સ પૂરું થઈ ગયું. મારા ફોનમાં તો બેલેન્સજ નથી. કેજરીવાલ કહે છે કે આમાં ફોન ફક્ત આવે છે કરી શકતો નથી.
આ વાત ને લઈ રાજ્યસભાના મેમ્બર સુધાંશુ ત્રિવેદીએ પ્રતિઉત્તર આપતા કહ્યું કે આપણે અરવિંદ કેજરીવાલ પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ કે તમારા પંજાબના મુખ્યમંત્રી કહે છે કે તેઓ અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી રહ્યા હતા અને તેમના ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું. મુખ્યમંત્રીઓ પાસે સરકારી ફોન હોય છે અને તે પ્રીપેડ ફોન નથી જેનો ચાર્જ પૂરું થઈ જાય.