AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં તમારી અટક બદલવી છે ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Aadhaar Card: લગ્ન પછી ઘણી સ્ત્રીઓ તેમની અટક બદલી (Surname Change) લે છે. આ સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ફેરફાર અથવા અપડેટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં આ કામ ના કરવાથી તમારા ઘણા કાર્યો અટકી શકે છે.

Aadhaar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં તમારી અટક બદલવી છે ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Aadhaar Card ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 12:27 PM
Share

આધાર કાર્ડએ (Aadhaar Card) ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. જેનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે થાય છે. આધાર કાર્ડ વિના તમારા ઘણા કામ અટકી શકે છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમે તમારા આધાર કાર્ડમાં કંઈપણ અપડેટ કરવા માંગતા હો, તો તે સમયસર કરી લો. તે જ સમયે, હવે બાળકોને જન્મ પછી તરત જ આધાર કાર્ડ મેળવવાની સુવિધા પણ આપવામાં આવશે. બીજી તરફ, છોકરીઓ લગ્ન પછી તેમની અટક બદલી (surname change) લે છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારું આધાર કાર્ડ પણ સમયસર અપડેટ થાય.

વાસ્તવમાં આધાર કાર્ડ એક એવી સિસ્ટમ છે જેમાં લોકોને 12 અંકનો અનન્ય નંબર આપવામાં આવે છે. જે તેમના બાયોમેટ્રિક્સ સાથે જોડાયેલ હોય છે. કોઈપણ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમારે તમારા આધાર કાર્ડની જરૂર પડે છે.

લગ્ન પછી આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું?

લગ્ન પછી તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. હકીકતમાં લગ્ન પછી છોકરીઓ પોતાના પતિનું નામ પોતાની સાથે જોડે છે. આજકાલ મોટાભાગના લોકો આવું કરે છે, પરંતુ જો તમે તેને સત્તાવાર રીતે બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને બધા દસ્તાવેજોમાં અપડેટ કરવું પણ મહત્વપૂર્ણ છે, નહીં તો તમારા ઘણા કામ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં નામ બદલવું એ એક સરળ પ્રક્રિયા છે, જેને અનુસરીને તમે દસ્તાવેજો પણ અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં સરનેમ ઓનલાઈન બદલો: સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ (www.uidai.gov.in) ની મુલાકાત લેવી પડશે.

આ પછી તમારે વેબસાઈટ પર તમારા આધાર નંબર સાથે સાઇન-ઇન કરવું પડશે.

આ પછી નામ બદલવાનો વિકલ્પ પસંદ કરીને તમારી અટક બદલો. તમને જણાવી દઈએ કે, તમે નામ અને અટક બંને પણ બદલી શકો છો.

અટક બદલવા માટે તમારે માંગેલા તમામ દસ્તાવેજો સબમિટ કરવા પડશે, તે પછી ‘ઓટીપી સેન્ડ’ વિકલ્પ પસંદ કરો.

તમે તમારા રજિસ્ટર્ડ નંબર પર આવેલા OTPને ભરશો તો તરત જ નામ બદલવાનું ફોર્મ સબમિટ થઇ જશે.

આધાર કાર્ડ ઑફલાઇનમાં સરનેમ બદલો:

આધાર કાર્ડ ઑફલાઇનમાં અટક બદલવા માટે તમારે આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે, અમે તમને જણાવી દઈએ કે તમે તમારા વિસ્તારમાં નજીકના કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો છો.

આ પછી, તમારે આધાર કાર્ડમાં નામ બદલવા માટે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે, જે દરમિયાન તમારું બાયોમેટ્રિક અપડેટ કરવામાં આવશે.

આધાર કાર્ડમાં ઑફલાઇન અટક બદલવા માટે, તમારે 50 રૂપિયા પણ ચૂકવવા પડશે.

આ પણ વાંચો : Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

આ પણ વાંચો : Mumbai Corona Alert: છેલ્લા 4 દિવસમાં 338 ડોક્ટર કોરોનાથી સંક્રમિત, ગૃહપ્રધાનના સ્ટાફના 4 કર્મચારી પણ પોઝિટીવ

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">