જો ખરા અર્થમાં જોવામાં આવે તો ઈન્ટરનેટની દુનિયા વાયરલ વીડિયોથી ભરેલી છે. અહીં તમને એક કરતાં વધુ વીડિયો જોવા મળશે. જે તમારા બગડેલા મૂડને થોડી જ સેકન્ડમાં સારો બનાવી દેશે પરંતુ એવું નથી કે અહીં માત્ર ફની વીડિયો જ વાયરલ થાય છે. કેટલીકવાર કેટલાક એવા વીડિયો હોય છે જેમાંથી આપણને ઘણું શીખવા મળે છે. આ દિવસોમાં આપણને આવો જ એક વીડિયો જોવા મળ્યો છે. જ્યાં એક છોકરો કોઈ કારણ વગર દીવાલને લાત મારી રહ્યો હતો પરંતુ તેની સાથે દાવ થઈ ગયો.
આ પણ વાંચો : Funny Video: તળાવના કિનારે આરામથી બેઠો હતો શખ્સ, કાર ચાલકે આવી મારી જોરદાર લાત, જુઓ પછી શું થયું
કેટલાક લોકો બિનજરૂરી રીતે બીજાને પરેશાન કરવામાં ખૂબ આનંદ લે છે. જો કોઈ ન મળે તો તેઓ દિવાલો સાથે પણ લડવા લાગે છે. હવે જરા જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ કોઈ કારણ વગર દીવાલને લાત મારી રહ્યો છે. જો વીડિયોને બરાબર જોવામાં આવે તો ખબર પડે છે કે વ્યક્તિ પોતાનો વીડિયો બનાવી રહ્યો છે. જેથી કરીને તે સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લાઈક્સ અને વ્યુઝ એકત્રિત કરી શકે, પરંતુ તેનું નસીબ એટલું ખરાબ છે કે તેની સાથે રમત રમાઈ ગઈ.
— Instant Karma (@Instantregretss) February 26, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો પાર્કની અંદર દિવાલ તોડવાનું શરૂ કરે છે. આ જોઈને સમજાય છે કે તેના મિત્રએ તેને પડકાર આપ્યો છે અને તે પરફોર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ! આ છોકરો બ્રુસ લી સ્ટાઈલમાં વારંવાર દિવાલ પર લાત મારે છે અને આખરે દિવાલ આગળ વધતી રહે છે પરંતુ તે લાત મારવાનું બંધ કરતો નથી, પરિણામે દિવાલ તૂટી જાય છે પરંતુ તેનો પગ અધવચ્ચે ફસાઈ જાય છે અને તે પીડાથી બૂમો પાડે છે.
આ વીડિયો જોયા પછી તમે હસ્યા જ હશો સાથે જ તમને ‘જો જૈસા કરેગા વૈસા ભરેગા’ કહેવત તો યાદ જ હશે.આ વીડિયોને ટ્વિટર પર ‘@AwardsDarwin’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, છ લાખથી વધુ લોકોએ આ ક્લિપ જોઈ છે અને તેના પર કોમેન્ટ્સ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.