Viral Video : કારે પહેલા બાઇક સવારને મારી ટક્કર, પછી તેને 10 KM સુધી ઢસડ્યો, રૂવાડા ઉભા કરનારી ઘટના કેમેરામાં થઈ કેદ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઇક કારની નીચે ફસાઈ ગઈ છે અને ગાડીનો ડ્રાઈવર બાઈકને ખેંચીને લઈ જઈ રહ્યો છે. બાઇક ખેંચાઇ જવાને કારણે નીચેથી તણખા જરી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં દરરોજ સેંકડો માર્ગ અકસ્માતો જોવા મળે છે, જેમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. ક્યારેક ઓવરસ્પીડિંગ, ક્યારેક ઓવરટેકિંગ, ક્યારેક બેદરકારીના કારણે તો ક્યારેક ધ્યાન ભંગના કારણે અકસ્માતો સર્જાય છે.
આ પણ વાંચો: Viral Video: માણસ કરતાં પણ મોટી ટી લવર નીકળી આ ગરોળી, જબરદસ્ત રીતે મારે છે ચાની ચૂસકી, જુઓ Video
રોડ એક્સિડન્ટ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોઈને મનમાં ડર પેદા થાય છે. એકની ભૂલ માટે બીજાને ભોગવવું પડે છે. આ દિવસોમાં ફરી એકવાર ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઝડપી કાર એક બાઇક સવારને ટક્કર મારીને તેને કેટલાય કિલોમીટર સુધી ખેંચી જાય છે.
બાઇકને 10 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક કારની નીચે ફસાઈ ગયું છે અને ડ્રાઈવર તેને ખેંચીને લઈ જઈ રહ્યો છે. બાઇક કાર નીચે ફસાઈ જવાને કારણે તેમાથી આગના તણખા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. પરંતુ હજુ પણ કાર એ જ ઝડપે દોડી રહી છે. અહીં નવાઈની વાત એ છે કે કાર આ રીતે બાઇકને 10 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો. કારના વ્હીલમાં બાઇક ફસાઇ ગયું હોવાની પણ ડ્રાઇવરને જાણ નહોતી.
#रायबरेली– एक बेकाबू कार का वीडियो वायरल हो रहा है. यहां एक तेज रफ्तार कार ने एक बाइक सवार को टक्कर मार दी, जिसके बाद वह कार उस बाइक को 10 किलोमीटर तक घसीटती रही,बाद में टोल पर कार चालक हिरासत में,थाना ऊंचाहार क्षेत्र के पूरे मानी खोजनपुर का मामला.#raebareli@Uppolice pic.twitter.com/foCTXvlEBo
— Alok Pandey raebareli (@Alokpandaynews) August 6, 2023
રાયબરેલીની ઘટના
આ ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલીની છે. સ્પીડમાં આવતી કારે પહેલા બાઇકને જોરથી ટક્કર મારી, પછી બાઇકને ખેંચીને 10 કિમી સુધી આગળ લઇ ગયો હતો. કારની પાછળ ચાલી રહેલા કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ટોલ પર પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. આવા માર્ગ અકસ્માતની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક અકસ્માતો થયા છે. ભારતમાં દરરોજ ઘણા લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો