Gujarati Video : ભાવનગર-સોમનાથ હાઈવે પર સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું મોત, લોકોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કર્યા આક્ષેપ

Gujarati Video : ભાવનગર-સોમનાથ હાઈવે પર સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું મોત, લોકોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કર્યા આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 10:17 AM

ભાવનગર - સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત થયુ છે. મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરની બેદરકારીએ અકસ્મતા સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Accident News : રાજ્યમાં અવારનવાર અકસ્મતાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના બની છે. ભાવનગર – સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત થયુ છે. મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરની બેદરકારીએ અકસ્મતા સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video

રસ્તા પર ડાયવર્ઝન માટે કોઈ બેરિકેડ લગાવાયા ન હતા જેના કારણે આ અકસ્માત સર્જોયો હતો. સેફ્ટી બોર્ડના બદલે માત્ર માટીનો પાળો કરવામાં આવ્યો હતો. બાઈક માટીના પાળામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતક વ્યક્તિ કોડીનારના લોઢવા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. બેરિકેડ ન મુકવાના કારણે વારંવાર અકસ્માત થતા હોવાની લોકોએ ફરિયાદ કરી છે. લોકોએ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માગ કરી છે.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 06, 2023 09:49 AM
g clip-path="url(#clip0_868_265)">