AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલાના માથા પર ઘાસનો ભારો, ઉપર બેઠો મોર! આવો નજારો જોઈ લોકો દંગ રહી ગયા,જુઓ Video

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો હસાવી દે છે, તો કેટલાક એવા હોય છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં આવો જ એક અનોખો વીડિયો ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા માથા પર ઘાસનો મોટો ભારો લઈને જઈ રહી છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેના માથા પરના ઘાસના ભારા ઉપર એક સુંદર મોર આરામથી બેઠો છે.

મહિલાના માથા પર ઘાસનો ભારો, ઉપર બેઠો મોર! આવો નજારો જોઈ લોકો દંગ રહી ગયા,જુઓ Video
Viral Video
| Updated on: Nov 20, 2026 | 3:19 PM
Share

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો હસાવી દે છે, તો કેટલાક એવા હોય છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં આવો જ એક અનોખો વીડિયો ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા માથા પર ઘાસનો મોટો ભારો લઈને જઈ રહી છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેના માથા પરના ઘાસના ભારા ઉપર એક સુંદર મોર આરામથી બેઠો છે.

મહિલાના માથા પર બેઠો મોર

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા પોતાના માથા પર ઘાસનો મોટો ભારો લઈને રસ્તા પરથી પસાર થઈ રહી છે. સામાન્ય રીતે ગામડાંમાં મહિલાઓ માથા પર ઘાસનો ભારો લઈને જતી જોવા મળતી હોય છે. પરંતુ આ દૃશ્યમાં કંઈક અલગ જ જોવા મળે છે. મહિલાના માથા પર રાખેલા ઘાસના ભારા ઉપર એક મોર પણ બેઠેલો છે. મોર જાણે આ ઘાસના ભારા પર આરામ કરવા માટે જ બેઠો હોય તેમ જોવા મળે છે.

આ દરમિયાન મહિલા પોતાના બંને હાથથી ઘાસનો ભારો સંભાળીને આગળ વધી રહી છે. બીજી તરફ મોર પણ ઘાસના ભારા ઉપર પોતાની જગ્યા બદલી રહ્યો છે. આ અનોખો નજારો કેમેરામાં કેદ થઈ ગયો છે, જેને જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ સિંહ નાગલોટ નામના યુઝરે શેર કર્યો હતો. 19 નવેમ્બર, 2026ના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેટલાક લોકો આ દૃશ્યને પ્રકૃતિની સુંદરતા સાથે જોડી રહ્યા છે, તો કેટલાકને મહિલા અને મોર વચ્ચેનો આ અનોખો નજારો ખૂબ જ પસંદ આવ્યો છે. એક યુઝરે આટલો સુંદર નજારો પહેલાં ક્યારેય જોયો ન હોવાનું જણાવ્યું હતું. અન્ય એક યુઝરે ગામડાની સાદગી અને સુંદરતાની પ્રશંસા કરી હતી.

સામાન્ય રીતે મોરને ખેતરો, બગીચાઓ અને જંગલોમાં ફરતા જોવા મળે છે, પરંતુ આ રીતે ઘાસના ભારા પર બેઠેલો મોર લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : માત્ર 5 કપડાં ધોવાના 12 હજાર રૂપિયા! હોટલનું બિલ જોઈ વિદેશી વ્લોગર ચોંકી ગયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">