ભારતમાં પહેલીવાર યોજાશે છૂટાછેડાની ભવ્ય પાર્ટી, ઈનવિટેશન કાર્ડ થયો વાયરલ
ભારતના ઈતિહાસમાં પહેલીવાર છૂટાછેડાની ભવ્ય પાર્ટી યોજાવા જઈ રહી છે. આ પાર્ટીનો એક ઈનવિટેશન કાર્ડ (Divorce celebration invitation card) પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું છે.

Bhopal Divorce Party: માણસના જીવનમાં જ્યારે પણ ખુશીનો અવસર આવે છે ત્યારે તે તેને યાદગાર બનાવવા અને પોતાની સફળતાને માણવા પાર્ટીનું આયોજન કરતો હોય છે. તે પોતાની આ પાર્ટીમાં પોતાના અગંત મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રિત કરતો હોય છે. દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે આવા આયોજન કરીને પોતાના પરિવારને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. જેથી આ ખુશીના અવસરને તેઓ અને તેમના મિત્ર-પરિવારના સભ્યો વર્ષો સુધી યાદ રાખે. દરેક વ્યક્તિ ખુશીના અવસરે જ આવી પાર્ટીનું આયોજન કરતો હોય છે. પણ શું તમે કોઈને તેના દુખની પાર્ટી આપતા જોયો છે? આપણા દેશમાં કઈક આવી જ અનોખી ઘટના બનવા જઈ રહી છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર છૂટાછેડાની ભવ્ય પાર્ટી યોજાવા જઈ રહી છે. આ પાર્ટીનો એક ઈનવિટેશન કાર્ડ (Divorce celebration invitation card) પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ ભવ્ય છૂટાછેડાની પાર્ટી ભોપાલમાં એક સંગઠન દ્વારા યોજાવા જઈ રહી છે. તે સંગઠનનું નામ ‘ભાઈ વેલફેર સોસાયચી ભોપાલ’ છે. આ પાર્ટી એક ફાર્મ હાઉસમાં યોજાશે. આ આયોજનનો હેતુ જૂના જીવનના દુખમાંથી બહાર આવી નવા જીવનનું ખુશીથી સ્વાગત કરવાનું પ્રોત્સાહન પૂરું કરવા માટે છે. આ પાર્ટીમાં યજ્ઞ, સંગીત અને સમ્માન કાર્યનો સમાવેશ કરવામાં આવશે. 18 જેટલા પુરુષોને ડિવોર્સ સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ રહ્યો છૂટાછેડાના ઈનવિટેશન કાર્ડનો વાયરલ ફોટો

આ વાયરલ ઈનવિટેશન કાર્ડમાં લખ્યુ છે કે, દહેજ ઉત્પીડન CRPC 125 D જીત્યા પછી ભાઈ વેલફેર સોસાયટી ભોપાલના તરફથી ભારતનો પહેલો છૂટાછેડા સમાપોહમાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઈનવિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ ઈનવિટેશન કાર્ડ જોઈ પોતાની મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેટલાક લોકો આ આયોજનને ખોટું અને સમાજ વિરોધી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝરે કહી રહ્યા છે કે, છૂટાછેડા એ ખુબ દુખદ હોય છે, તેનું આ રીતે મજાક ન ઉડાડવું જોઈએ. ત્યાં જ કેટલાક યુઝરે લખ્યું કે, આ આધુનિક ભારતનું ક્રાંતિકારી પગલું છે. મળતી માહિતી અનુસાર જે ફાર્મ હાઉસ પર આ પાર્ટી યોજાવાની હતી તેને પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે.