એક સેકન્ડ અને ખેલ ખતમ ! રસ્તા પર ચાલતા શખ્સ પાછળ ગોળીની જેમ આવ્યું ટાયર, જુઓ Shocking Video

તમે જોયું જ હશે કે જો કોઈ વ્યક્તિ 100 વર્ષ સુધી જીવે છે, તો કોઈ વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે. કોઈ સૂતી વખતે મૃત્યુની ગોદમાં જાય છે, તો કોઈ ચાલતાં ચાલતાં મોતને ભેટે છે. આજકાલ આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

એક સેકન્ડ અને ખેલ ખતમ ! રસ્તા પર ચાલતા શખ્સ પાછળ ગોળીની જેમ આવ્યું ટાયર, જુઓ Shocking Video
Car Tyre suddenly fell on man
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 06, 2022 | 1:36 PM

વ્યક્તિ ગમે તેટલી પ્રગતિ કરે, પરંતુ તે એક વસ્તુ પર ક્યારેય નિયંત્રણ રાખી શકતો નથી અને તે છે મૃત્યુ. કહેવાય છે કે મૃત્યુ ક્યારે, ક્યાં, કોનું આવશે તે કોઈ જાણતું નથી. તેને રોકવાનું માનવીના હાથમાં નથી. જો એવું હોત તો કદાચ માનવી (Accident Video)હજારો વર્ષ જીવ્યો હોત, પરંતુ તેમની એક નિશ્ચિત ઉંમર છે, જે હેઠળ મનુષ્ય માત્ર 100-125 વર્ષ જીવી શકે છે. જો કે માનવીનું આયુષ્ય કેવી રીતે વધારવું તે અંગે સંશોધનો સતત ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે તે શક્ય જણાતું નથી. તમે જોયું જ હશે કે જો કોઈ વ્યક્તિ 100 વર્ષ સુધી જીવે છે, તો કોઈ વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે. કોઈ સૂતી વખતે મૃત્યુની ગોદમાં જાય છે, તો કોઈ ચાલતાં ચાલતાં મૃત્યુની ગોદમાં પડે છે. આજકાલ આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

તમે જોયું જ હશે કે ઘણા લોકો રસ્તા પર ચાલતી વખતે અકસ્માતનો શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુરુષ અને એક મહિલા સાથે ચાલી રહ્યા છે, ત્યારે અચાનક ટાયરરૂપી મોત તેની પાછળથી આવે છે અને તેનો ખેલ ખતમ થઈ જાય છે. કદાચ તેની પીઠ તૂટી ગઈ છે. આ દરમિયાન મહિલાએ તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઉઠતો નથી કે હલનચલન પણ કરી શકતો નથી. કદાચ શરીર પર ટાયર પડવાને કારણે તેનું મૃત્યુ થયું છે. આ અજીબોગરીબ વીડિયો જોઈને કોઈનો પણ આત્મા કંપી જાય.

રૂવાડા ઉભા કરી દેતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Crazy Tweets નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી છે. કોઈ આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે ‘શું તે મરી ગયો?’, તો કોઈ કહે છે કે ‘તેની ખોપરી તૂટી ગઈ છે, પણ તે બચી ગયો’. જો કે જે રીતે ટાયર માણસ પર પડ્યું તે જોતા લાગતું નથી કે તેનો જીવ બચી ગયો હશે. ત્યારે તમને શું લાગે છે કે તે શખ્સ એક ડગલું જો આગળ વધી ગયો હોત તો બચી જાત ? કમેન્ટ કરી જણાવો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati