5 સિંહએ મળીને મગર પર કર્યો હુમલો, Viral Videoમાં જુઓ આખરે કોની થઈ જીતી

|

Aug 13, 2022 | 11:37 PM

સિંહ સૌથી શકિતશાળી પ્રાણી છે એ વાત બરાબર પણ કેટલીકવાર વાર આ જંગલના રાજાને બીજા પ્રાણીઓનો શિકાર કરતી વખતે હારવાનો પણ વારો આવે છે. તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ભૂતકાળમાં વાયરલ (Viral Video) થયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે.

5 સિંહએ મળીને મગર પર કર્યો હુમલો, Viral Videoમાં જુઓ આખરે કોની થઈ જીતી
Viral Video
Image Credit source: youtube

Follow us on

આપણે સૌ બાળપણથી જાણીએ છે કે જંગલનો રાજા એટલે સિંહ (Lion) આ જંગલના રાજા વિશેની અનેક વાર્તાઓ આપણે બાળપણમાં સાંભળી જ છે. તેની નજરમાં જે પણ પ્રાણી આવી જાય તેનો ખેલ ખત્મ એવુ સમજો. સિંહથી જંગલનો દરેક નાનાથી લઈને મોટા કદનો પ્રાણી ડરતો હોય છે. હાલમાં જ સિંહ દિવસ ઉજવવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થતા સિંહના વીડિયો જોવાનું અનેક લોકો પસંદ કરે છે. તેની વિશાળતા, તેની દાઢી અને તેનો લુકના અનેક લોકો જબરા ફેન હોય છે. એટલા માટે લોકો તેને જીવનમાં એક વાર નજીકથી જોવાની ઈચ્છા રાખતા હોય છે. સિંહ સૌથી શકિતશાળી છે એ વાત બરાબર પણ કેટલીકવાર વાર આ જંગલના રાજાને બીજા પ્રાણીઓનો શિકાર  કરતી વખતે હારવાનો પણ વારો આવે છે તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ભૂતકાળમાં વાયરલ (Viral Video) થયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર સિંહ અને મગરનો એક જબર જસ્ત વીડિયો વાયરલ થયો છે. જેમ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. તેમ મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે. જેમ સિંહને જમીન પર ટક્કર આપવી મુશ્કેલ છે, તેમ મગરને પાણીમાં હરાવવો મુશ્કેલ છે. તમે કલ્પના  કરો કે આ બે ખુખાર પ્રાણીઓ એકબીજા સામે આવે તો ! એવા જ દ્રશ્યો ધરાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વીડિયો યુટયૂબ પર Latest Sightings નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.જંગલમાં ટકી રહેવા માટે તાકાત અને બુદ્ધિનો યોગ્ય સમયે ઉપયોગ કરવો જરુરી છે. અહીં દરેક સમયે એક્ટિવ રહેવુ પડે છે, નહીં તો તમારો જીવ જઈ શકે છે. આ વાયરલ વીડિયોમાં જંગલના રાજા અને પાણીના રાજા વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 5 ખતરનાક સિંહ, મગરને પોતાનો શિકાર બનાવવા માટે તેના પર હુમલો કરે છે. આ હુમલો જળાશય પાસે થાય છે. શરુઆતમાં લાગે છે કે આ સિંહો મગરને સરળતાથી પોતાનો શિકાર બનાવસે, પણ મગર મુશ્કેલીના સમયમાં હિમ્મત નથી હારતો અને તાકાત-બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને 5 સિંહોનો શિકાર બનવાથી બચી જાય છે.

Next Article