OMG ! 26 વર્ષની આ યુવતિને છે ‘Break-up’ બિમારી, પાર્ટનર્સને છેતરીને આવે છે મજા, આટલાને બનાવી ચૂકી છે નિશાન
કનિકાએ તેના યુટ્યુબ વીડિયો દ્વારા જણાવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં ત્રણ પાર્ટનર સાથે છેતરપિંડી કરી છે. કનિકાની વાત માનીએ તો તેને કોઈ પણ વ્યક્તિને છેતરવામાં ખરાબ લાગતું નથી.
તમે ઘણી વિચિત્ર બીમારીઓ વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ ‘બ્રેક અપ’ બીમારી વિશે સાંભળ્યું છે. આ વિચિત્ર છે, પરંતુ સત્ય છે. 26 વર્ષની એક મોડલ કહે છે કે તેને તેના પાર્ટનર્સ સાથે બ્રેકઅપ કરવામાં કોઈ વાંધો નથી, ઉપરથી તે બ્રેક-અપ (Break-up)કરવાનો આનંદ માણે છે. ખરેખર, આ છોકરી એક વિચિત્ર બીમારી સામે ઝઝૂમી રહી છે. જેમાં ના તો સંબંધ તૂટવા પર પણ કોઈ પ્રકારનું દુ:ખ થાય છે, તેમ જ કોઈ અપરાધની ભાવના પણ નથી આવતી. તો ચાલો જાણીએ શું છે આ બીમારી અને કોણ છે આ મોડલ.
ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં રહેતી કનિકા બત્રા (Kanika Batra) વ્યવસાયે મોડલ છે. પરંતુ તેની વિચિત્ર બીમારીને કારણે તે આ હાલમાં ચર્ચામાં છે. 26 વર્ષની કનિકા પોતાને સોશિયોપેથ ગણાવે છે. તે કહે છે કે તેના વ્યક્તિત્વમાં વિચિત્ર વિકૃતિઓ છે. આ કારણે તેને કોઈનું દિલ દુભાવવામાં કોઈ સંકોચ નથી થતો. આ ડિસઓર્ડર તેમના પર એટલો હાવી થઈ જાય છે કે તેમને કોઈની સાથે બ્રેકઅપ કરવામાં મજા આવે છે. કનિકા કહે છે કે તેને નથી લાગતું કે તે કંઈ ખોટું કરી રહી છે.
કનિકા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે કહે છે કે તેણે અત્યાર સુધીમાં તેના 3 સંબંધોમાં તમામ પાર્ટનર્સને છેતર્યા છે. તે માને છે કે તેને ક્યારેય લાગ્યું નથી કે તે ખોટી છે. તમને જણાવી દઇએ કે કનિકાને એન્ટિ-સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર છે. આ રોગથી પીડિત વ્યક્તિનું મન ક્યારેય સ્થિર નથી રહેતું. તેને હંમેશા કંઈપણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. આ વિકારને કારણે વ્યક્તિમાં કરુણાનો અભાવ જોવા મળે છે. આ સિવાય તેને કોઈ પ્રકારનો અપરાધભાવ નથી.
કનિકાએ તેના યુટ્યુબ વીડિયો દ્વારા જણાવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં ત્રણ પાર્ટનર સાથે છેતરપિંડી કરી છે. કનિકાની વાત માનીએ તો તેને કોઈ પણ વ્યક્તિને છેતરવામાં ખરાબ લાગતું નથી. તેણે કહ્યું કે કોઈને છેતર્યા પછી પણ તે ખૂબ જ આરામથી સૂઈ જાય છે. જોકે, કનિકા કહે છે કે તે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે રિલેશનશિપમાં હોય ત્યારે સામેની વ્યક્તિને ઓછામાં ઓછું નુકસાન થાય. પરંતુ ડિસઓર્ડર તેના પર હાવી થઇ જાય છે.
કનિકાએ પોતાની આ વિચિત્ર બીમારી વિશે ઘણા ડોક્ટરોને બતાવ્યુ છે. પરંતુ હવે તે પોતાની બીમારી સામે લડવાનું શીખી રહી છે. આ સિવાય તે લોકોને જાગૃત પણ કરી રહી છે. કનિકા કહે છે કે તેને પણ લાગણીઓ છે, પરંતુ અન્યની જેમ નથી.
આ પણ વાંચો – PAK vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે હારિસ રઉફ સહિત 4 ખેલાડીઓને ટીમમાંથી બહાર ફેંકી દીધા
આ પણ વાંચો – Meenakshi Seshadri Birthday : બોલીવૂડની દામિની હવે કરે છે આ કામ, 17 વર્ષની ઉંમરે જીતી હતી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ