બાપ રે બાપ… 24 વર્ષનો પતિ, 61 વર્ષની પત્ની! સંતાન મેળવવા આટલા રુપિયા ખર્ચવા તૈયાર છે કપલ

Viral News : પ્રેમ જાતિ, ઉંમર કે પૈસા નથી જોતો. આવો જ એક કિસ્સા હાલમાં સામે આવ્યો છે. 24 વર્ષના એક યુવાનને 61 વર્ષની એક વૃધ્ધ મહિલા સાથે પ્રેમ થઈ ગયો છે.

બાપ રે બાપ... 24 વર્ષનો પતિ, 61 વર્ષની પત્ની! સંતાન મેળવવા આટલા રુપિયા ખર્ચવા તૈયાર છે કપલ
24 year old husband 61 year old wifeImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:07 PM

કહેવાય છે કે પ્રેમ જાતિ, ઉંમર કે પૈસા નથી જોતો, પ્રેમ બસ થઈ જાય છે. પ્રેમમાં કેટલાક વ્યક્તિઓ એવા કામ કરે છે કે ચર્ચાનો વિષય બની જાય છે. આપણે દુનિયામાં એવા ઘણા કિસ્સા જોયા છે જેમાં કપલ વચ્ચેની કેટલીક અસમાનતા જોય થશે કે આ કઈ રીતે શક્ય છે. પહેલાના જમાનામાં લોકો છોકરા અને છોકરીની ઉંમરનો તફાવત જોઈને જ લગ્ન (Marriage) કરતા હતા, જેમાં છોકરાની ઉંમર વધુ અને છોકરીની ઉંમર ઓછી હોવી જોઈએ. હા, પણ તેમની ઉંમર વચ્ચે બહુ ફરક ન હોવો જોઈએ. આજે પણ મોટાભાગના લોકો આ વાતને અનુસરે છે અને લગ્નને લઈને છોકરા અને છોકરીની ઉંમર (Age difference) વચ્ચેનો તફાવત જુએ છે.

પરંતુ બહારના દેશોમાં આવુ નથી. હાલમાં એક એવા કપલ વિશે જણાવવા મળ્યુ છે જેમના સંબંધો ખૂબ જ વિચિત્ર છે, કારણ કે આ સંબંધમાં પતિની ઉંમર માત્ર 24 વર્ષ અને પત્નીની ઉંમર 61 વર્ષની છે. સૌથી નવાઈની વાત એ છે કે આ કપલ પણ એક બાળક ઈચ્છે છે અને તેઓ કહે છે કે આ માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે.

આ રીતે થઈ મુલાકાત

કુરાન અને ચેરીલની મુલાકાતની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. અહેવાલો અનુસાર, જ્યારે કુરાન માત્ર 15 વર્ષનો હતો, ત્યારે તેની પ્રથમ મુલાકાત ચેરીલ સાથે થઈ હતી. કુરાન ચેરીલના પુત્રની દુકાનમાં કામ કરતો હતો. ત્યારથી બંને એકબીજાને ઓળખે છે અને સાથે છે અને હવે બંને એકબીજાના બની ગયા છે. 24 વર્ષના કુરાન મૈકકૈન (Quran McCain)એ 61 વર્ષની ચેરિલ મૈકગ્રેગોર સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. હવે આ કપલ બીજા એક કારણસર ચર્ચામાં આવ્યુ છે.

આ પણ વાંચો

માતા-પિતા બનવા માંગે છે આ કપલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ જલ્દીથી જલ્દી માતા-પિતા બનવા માંગે છે. આ માટે તેણે કુદરતી રીતે પણ ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચેરીલની ઉંમરને કારણે તે શક્ય બન્યું ન હતું, તેથી હવે તે સરોગસી દ્વારા માતા-પિતા બનવાની તૈયારી કરી રહી છે. તેઓ કહે છે કે તેઓ આવતા વર્ષે એટલે કે 2023 સુધીમાં સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કરવા માટે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા તૈયાર છે. ચેરીલના પહેલાથી જ 7 બાળકો અને 17 પૌત્રો છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">