કેએલ રાહુલ જર્મની જવા રવાના, ગર્લફ્રેન્ડ અથિયા મુશ્કેલ સમયમાં સાથે રહેશે, એરપોર્ટ પર જોવા મળ્યું કપલ

દક્ષિણ આફ્રિકા સામે રમાનારી 5 મેચની ટી-20 સિરીઝ માટે કેએલ રાહુલ(KL Rahul)ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે જઈ શક્યો નહિ.

કેએલ રાહુલ જર્મની જવા રવાના, ગર્લફ્રેન્ડ અથિયા મુશ્કેલ સમયમાં સાથે રહેશે, એરપોર્ટ પર જોવા મળ્યું કપલ
કેએલ રાહુલ ગર્લફેન્ડની સાથે જર્મની જવાના રવાના
Image Credit source: instagram
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jun 26, 2022 | 6:07 PM

KL Rahul : ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી (KL Rahul) ઈજાગ્રસ્ત હોવાથી છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટના મેદાનમાંથી દુર છે, આઈપીએલ (IPL)માં તેની કેપ્ટનશીપમાં લખનઉ સુપર જાયન્ટસની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ તે ટ્રોફી જીતવામાં સફળ રહી ન હતી. રાહુલ દક્ષિણ આફ્રિકા જવાનો હતો પરંતુ ઈજાગ્રસ્ત હોવાથી તે જઈ શક્યો નહિ. રાહુલ તેની સર્જરી માટે જર્મની જઈ રહ્યો છે અને આ મુશ્કિલ સમયમાં તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી (Athiya Shetty) સાથે રહેશે. રવિવારે બંન્ને જર્મની સાથે રવાના થયા હતા.

કેએલ રાહુલ ગર્લફેન્ડની સાથે જર્મની જશે

કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી 5 મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી. સિરીઝ શરુ થતા પહેલા જ બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે જેને લઈ તે પ્રવાસ પર જઈ શકશે નહિ. એવા પણ સમાચાર હતા કે, રાહુલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર નહિ જાય અને જર્મની સર્જરી કરાવશે. રવિવારે રાહુલ મુંબઈના એરપોર્ટ પરથી જર્મની જવા રવાના થતા પહેલા તેની ગર્લફેન્ડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તેની સર્જરી માટે જર્મનીમાં એક મહિના સુધી રહેશે આ દરમિયાન આથિયા તેની સાથે રહેશે.

કપલનો સ્ટાઈલિશ લુક જોવા મળ્યો

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બંન્ને સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યા હતા. આથિયા બ્લૂ ડેનિમ જીન્સ ઉપર વ્હાઈટ ટૉપની સાથે પર્પલ સ્વેટર કૈઝુઅલ લુકમાં જોવા મળી હતી. કેએલ રાહુલ કાળા રંગના ટીશર્ટમાં અને કાર્ગો પેન્ટમાં હેન્ડસમ જોવા મળ્યો હતો. આ દરમિયાન બંન્ને કેમેરામાં કેદ થયા હતા.

ટુંક સમયમાં જ રાહુલ-આથિયા લગ્ન કરશે

છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર હતા કે કપલ ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કપલ ડિસેમ્બરમાં લગ્ન કરશે. લગ્નના આ અહેવાલો પર બંન્નેમાંથી કોઈનું નિવેદન સામે આવ્યું નથી. આથિયાના પિતા અભિનેતા સુનીલ શેટ્ટીએ ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું તે મારી પુત્રી છે તે ક્યારેક તો લગ્ન કરશે. હું ઈચ્છુ છુ કે, મારા પુત્રના પણ લગ્ન જેટલા જલ્દી થાય તે સારું. તે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરશે. જ્યાં સુધી રાહુલની વાત કરીએ તો હું તેને પ્રેમ કરું છું આ તેને નક્કી કરવાનું છે કે તે શું કરવા માંગે છે કારણ કે સમય બદલી ચૂક્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati