AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આલિયા ભટ્ટે, તેના પતિની એકસ ગર્લફ્રેન્ડની ફરી એકવાર કરી કોપી, નેટિઝન્સે કીધું, ‘આ ખુબ વિચિત્ર છે.’

આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણની (Deepika Padukone) 'કોપી' કરવાથી ઘણીવાર ઇન્ટરનેટ પર ટ્રોલ થતી હોય છે. આલિયાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, અને આ વિડીયો અત્યારે ઈન્ટરેન્ટ પર ખુબ વાયરલ થયો છે.

Viral Video : આલિયા ભટ્ટે, તેના પતિની એકસ ગર્લફ્રેન્ડની ફરી એકવાર કરી કોપી, નેટિઝન્સે કીધું, 'આ ખુબ વિચિત્ર છે.'
Alia Bhatt & Deepika Padukone (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 11:19 AM
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) આખી દુનિયા સમક્ષ તેમના સંબંધોની (Alia Bhatt Marriage) જાહેરાત કર્યાના થોડા સમય પછી, અનેક નેટીઝન્સ એવું ચોક્કસપણે મને છે કે, આલિયા ભટ્ટ તેના પતિની એકસ ગર્લફ્રેન્ડ્સથી આજે પણ ‘જેલસી’ અનુભવે છે. જેનું ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યું છે. અનેક નેટિઝન્સ કહે છે કે, આલિયાની ફેશનમાં પરિવર્તન રણબીરની ભૂતપૂર્વ પ્રેમિકા દીપિકા પાદુકોણના લીધે જવાબદાર છે. ટ્રોલર્સે આ વાત ઘણી વાર લોકોના ધ્યાને દોરી છે કે, આલિયાના જીવનમાં રણબીરના આગમન પછી ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે.

View this post on Instagram

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

પછી ભલે તે આલિયાની સ્લીક-બેક હેરસ્ટાઈલ હોય, સબ્યસાચીની ડિઝાઈનર સાડીઓ પ્રત્યેનો તેનો ‘અચાનક’ પ્રેમ હોય કે, પછી ઇન્સ્ટાગ્રામની તસવીરો માટે પોઝ આપવાની તેની સ્ટાઈલ હોય, આલિયા ટ્રોલ્સ માટે ચારો બની ગઈ છે.

View this post on Instagram

A post shared by Bombay Times (@bombaytimes)

અભિનેત્રી તાજેતરમાં જ એક કાર્યક્રમ માટે દોહા ગઈ હતી. આલિયાનો આ ઇવેન્ટ માટેનો સફેદ પોશાક હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આલિયાનો આ લૂક દીપિકાએ તેના મેડમ તુસાદની પ્રતિમાના અનાવરણ માટે પહેરેલા પોશાકથી ઇન્સ્પાયર્ડ હોય તેવું લાગે છે. આલિયાના આ રિસેન્ટ લૂકની વાત કરીએ તો, તેણીએ આઈવરી વ્હાઇટ કલરનો પેન્ટ સ્યુટ પહેર્યો છે. તેમાં વાઈડ લેગ્સ ટ્રાઉઝર્સ છે, અને વાઈડ કેપ સ્લીવ્સ છે.

જ્યારે દીપિકાએ આ લૂક મેસી બન હેરસ્ટાઇલ કેરી કરી હતી. ત્યારે આલિયાએ આ લૂક માટે રફલ્ડ-મેન પોનીટેલ હેરસ્ટાઇલ કેરી કરી હતી. આ બંને અભિનેત્રીઓએ આ લૂક માટે ન્યૂડ મેકઅપ પર પસંદગી ઉતારી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સે આ વાયરલ વિડીયો નિહાળ્યા બાદ, આલિયાને દીપિકાની ‘કોપી’ કરવા માટે ખુબ જ ટ્રોલ કરી છે. તેઓએ એમ પણ કહ્યું છે કે, આ પોશાક તેના વ્યક્તિત્વ સાથે મેળ ખાતો નથી. એક યુઝરે લખ્યું છે કે, ‘તેનું વ્યક્તિત્વ આ અદ્ભુત પોશાક માટે ખૂબ જ વિચિત્ર જણાય છે, પરંતુ આ તેની પસંદગી છે.’ જ્યારે બીજાએ લખ્યું કે, ‘આ પહેરવેશ તેના વ્યક્તિત્વ સાથે બરાબર મેળ ખાતો નથી.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘હે ભગવાન! તેણી દીપિકાની આ કેટલી ખરાબ નકલ કરી રહી છે.’

આ પૂર્વે, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ લોકપ્રિય ટોક શો ‘કોફી વિથ કરણ’ના સેટ પર સાથે દેખાયા હતા. જ્યાં તેઓએ તેમની સમાનતા વિશે વાત કરી હતી. આલિયા ભલે દીપિકાના ભૂતપૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથે હોય, પરંતુ બંનેએ ખૂબ જ સ્પષ્ટ કર્યું કે, તેઓ બધા હવે ખુબ જ સારા મિત્રો છે, અને તેમનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ છે. પછી ભલે આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ટીમ બનાવવાની હોય કે પછી તેઓ બધા એકસાથે હેંગ આઉટ કરતા હોય, તેમની વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું છે.

તાજેતરમાં, 14 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયાએ એક ભવ્ય પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. પોતાના ભૂતપૂર્વ પ્રેમી રણબીરના આલિયા ભટ્ટ સાથેના લગ્ન પર, દીપિકાએ અને કેટરીનાએ તેમને ઇન્સ્ટાગ્રામ પર સૌથી સ્વીટ અભિનંદનના મેસેજ પણ શેર કર્યા હતા. આ કમેન્ટ્સે પણ નેટીઝન્સમાં ખુબ ચર્ચા જગાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">