નોકરી છોડ્યા વિના, આ પતિ- પત્નીએ નાનકડી વેનમાં કર્યો 16 દેશોનો પ્રવાસ

|

Mar 01, 2022 | 6:10 PM

આ બ્રાઉન વેનમાં સોફા કમ બેડ છે, એક કિચન છે અને વૉશ એરિયા પણ છે. ઇમરજન્સી ટોયલેટ પણ આ વેનમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

નોકરી છોડ્યા વિના, આ પતિ- પત્નીએ નાનકડી વેનમાં કર્યો 16 દેશોનો પ્રવાસ
This couple has traveled to 16 countries in a small van.

Follow us on

આજના વ્યસ્ત સમયમાં દરેક વ્યક્તિ એવું ઇચ્છશે કે તેમને દુનિયાભરની સફર કરવા મળી રહે. પરંતુ આજની તણાવગ્રસ્ત જીવનશૈલીમાં લોકોને હરવા-ફરવા માટે ખાસ સમય નથી મળતો. ત્યારે આ NRI કપલે તેમની નોકરી છોડ્યા વગર માત્ર બે વર્ષમાં 16થી પણ વધુ દેશોનો પ્રવાસ કર્યો છે. એટલું જ નહીં, પરંતુ તેમણે આ પ્રવાસ એક નાનકડી વેનમાં પૂરો કર્યો છે.

જો કે, તેઓ હજુ પણ આ પ્રવાસ વધુ ને વધુ આગળ લઈ જવા માંગે છે. કાર્તિક વસન અને સ્મૃતિ ભદોરીયા, આ બંને પતિ- પત્ની અને તેમના પાલતુ કુતરા ‘એવરેસ્ટ’- આ ત્રણેએ સાથે મળીને ગત તા. 15 ઓગસ્ટ, 2020થી તેમના આ પ્રવાસની સફર ટોરેન્ટોથી તેમની ‘બ્રાઉન વેન’ માં શરૂઆત કરી છે.

અત્યાર સુધીમાં આ પરિવારે 16 દેશોમાં 27000 kmથી વધુની મજલ કાપી છે. અને હવે તેઓ ત્રીજા ખંડમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ બ્રાઉન વેનમાં સોફા કમ બેડ છે, એક કિચન છે અને વૉશ એરિયા પણ છે. ઇમરજન્સી ટોયલેટ પણ આ વેનમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય ફીચર્સ જોઈએ તો નાનકડું ફ્રિજ, ટેમ્પરેચર કંટ્રોલ, એક પંખો અને ઇલેક્ટ્રીકલ સિસ્ટમ પણ સામેલ છે.

તેમણે આગળ જણાયું કે, ”લોકોમાં મેક્સિકો અને અમેરિકામાં એકલા પ્રવાસ કરવા જવાનો ખૂબ જ ડર જોવા મળ્યો છે, પરંતુ અમને લોકલ્સ દ્વારા ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. અમને અમારી મુસાફરીમાં ક્યારેય પણ એકલું નથી લાગ્યું.”

તેઓ પોતાના અનુભવોને વાગોળતાં કહે છે કે, ”અમે એક મેક્સીકન પરિવાર સાથે કોટેજ ટ્રીપ પર પણ ગયેલા, જ્યાં અમે મેક્સીકન ઇન્ડિપેન્ડન્સ ડેની સાથે મળીને ઉજવણી કરી હતી. પરંતુ ત્યાં કાર્તિકને કોવિડ-19 થતાં એ પરિવારે પણ અમારી ખૂબ જ મદદ કરી હતી.”

કાર્તિકે આગળ જણાવ્યું કે, ”અમે અમારી આ મુસાફરીમાં 50થી વધુ સહયાત્રીઓને આપણું પરંપરાગત ભારતીય ભોજન જમાંડ્યું છે. દિવાળીના દિવસે અમે અમારી વેનમાં પરંપરાગત ભારતીય ભોજન બનાવ્યું અને 20 મહેમાનોને આમંત્રિત કરેલા. તેમની સાથે અમારો કલ્ચર એક્સ્ચેન્જ કરવાનો અનુભવ અપ્રતિમ રહ્યો હતો.”

 

આ પણ વાંચો – વિજ્ઞાન સાથે પોષણ સુરક્ષા અને પ્રોટીન પર્યાપ્તતા તરફની સફર

 

આ પણ વાંચો – મૃત્યુ સમયે વ્યક્તિ શું કરે છે વિચાર? વૈજ્ઞાનિકોએ પહેલીવાર શોધ્યું કે શું થાય છે અંતિમ ક્ષણોમાં !

Published On - 6:07 pm, Tue, 1 March 22

Next Article