વિજ્ઞાન સાથે પોષણ સુરક્ષા અને પ્રોટીન પર્યાપ્તતા તરફની સફર

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ સરેરાશ પુખ્ત વ્યક્તિએ દરરોજ શરીરના વજનના કિલો દીઠ 0.8-1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. જો કે, સરેરાશ ભારતીય પુખ્ત વયના લોકોમાં પ્રોટીનની ઉણપ છે અને તે 0.6 ગ્રામની નજીક વપરાશ કરે છે.

વિજ્ઞાન સાથે પોષણ સુરક્ષા અને પ્રોટીન પર્યાપ્તતા તરફની સફર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 12:19 PM

Attributed to: ડૉ. એચ. એન. મિશ્રા, ફૂડ ટેક્નોલોજી, કૃષિ અને ફૂડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર, પ્રોટીન અધિકારના સમર્થક

ભારત 1960ના દાયકાની પ્રખ્યાત હરિત ક્રાંતિથી ઘણો આગળ નીકળી ગયો છે, જેણે દેશને ખાદ્ય પદાર્થની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી ખોરાક સુરક્ષિત રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો છે. લગભગ 2 દાયકાઓ સુધી ખાદ્ય પદાર્થોની આયાત પર નિર્ભર રહ્યા બાદ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉત્પાદકતામાં સુધારો કરવામાં મદદ મળી. દુર્ભાગ્યે, લગભગ 190 મિલિયન કુપોષિત લોકો પણ ભારતમાં રહે છે, જે આપણી વસ્તીના 14% જેટલા છે [i]. જ્યારે વિતરણની અસમાનતા અને ઓછી કૃષિ ઉત્પાદકતા આ ગંભીર સ્થિતિમાં તેની ભૂમિકા ભજવે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સના અભાવના સંદર્ભમાં પોષણની કમીને અવગણી શકે નહીં, જેનાથી ભારતની મોટાભાગની વસ્તી પીડાય છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ સરેરાશ પુખ્ત વ્યક્તિએ દરરોજ શરીરના વજનના કિલો દીઠ 0.8-1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. જો કે, સરેરાશ ભારતીય પુખ્ત વયના લોકોમાં પ્રોટીનની ઉણપ છે અને તે 0.6 ગ્રામની નજીક વપરાશ કરે છે. પુખ્ત વયના લોકોમાં પ્રોટીનની ઉણપને કારણે સ્નાયુઓને નુકસાન, નબળી રોગપ્રતિકારક શક્તિ અને ધીમી હીલિંગ ક્ષમતા જેવા લક્ષણ જોવા મળે છે. ભારતીય બાળકો પણ ભયાવહ પ્રોટીન એનર્જી કુપોષણ (PEM)થી પીડાય છે જ્યાં 2019-21માં [ii] 38.4% સ્ટાર્ન્ડડ હતા, 21%નું વજન લંબાઈ કરતા ઓછું હતું અને 35.6% ઓછા વજનવાળા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ચોખા અને ઘઉં જેવા મુખ્ય અનાજના વપરાશ પર વધારે પડતી નિર્ભરતાથી આહારમાં વિવિધતા અને અન્ય પોષક તત્વોના સેવનને અટકાવ્યું છે, જે શરીરના કાર્યોને સંતુલિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બોર્ડના સર્વેક્ષણો દર્શાવે છે કે ભારતીય આહાર તેમના લગભગ 60% પ્રોટીન અનાજમાંથી મેળવે છે જે પ્રમાણમાં ઓછી પાચનક્ષમતા અને ગુણવત્તા ધરાવે છે. [iii],[iv] સારા પોષણના મહત્વ પર જેટલો ભાર આપીએ તેટલો ઓછો છે, ખાસ કરીને કોરોના વાઈરસના આંચકાઓ સામે લડ્યા બા. ભારતના ખાદ્ય પર્યાવરણને ફરીથી આકાર આપવા અને ખાદ્ય સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા માટે ફરી એકવાર વિજ્ઞાન તરફ વળવાનો સમય પાકી ગયો છે.

ચાર્લ્સ ડાર્વિને પ્રખ્યાત રીતે કહ્યું તેમ “સૌથી મજબૂત કે સૌથી વધુ બુદ્ધિશાળી પ્રજાતિઓ સૌથી વધુ સમય સુધી જીવિત રહેતી નથી, પરંતુ જે બદલવા માટે વધુ પ્રતિભાવશીલ છે તે લાંબા સામે સુધી ટકી શકે છે.” ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલૉજી અને એન્જિનિયરિંગમાં વિકાસ એ વિવિધ પ્રકારના ખોરાકને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સૌંદર્યલક્ષી રીતે પેકેજ્ડ સ્વરૂપોમાં આખું વર્ષ ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેનેટિકમાં ફેરફાર, જમીનની ફળદ્રુપતા સુધારવાની તકનીકી રીતે અદ્યતન પદ્ધતિઓ અને સ્માર્ટ પ્રોટીનની વધેલી પ્રાપ્તિ પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા વધારવામાં મદદ કરી શકે છે.

[v]. 70%થી વધુ ભારતીયો માંસાહારી હોવા છતાં માંસનો વપરાશ તેની કિંમતના કારણે દુર્લભ છે. જેથી દૂધ અને કઠોળ પ્રોટીનનો પ્રાથમિક સ્ત્રોત બની જાય છે. જો કે, કઠોળની માંગ ભારતમાં તેમના ઉત્પાદન કરતાં ઘણી વધારે છે અને તે બધા ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોટીન નથી. ફૂડ સાયન્સ પ્રોટીન-ફોર્ટિફાઈડ ફૂડ્સ અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ દ્વારા તેમજ પ્રોટીનના અન્ય ઉચ્ચ-ગુણવત્તાવાળા છોડ-આધારિત વિકલ્પો સાથે આ અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે.

જ્યારે ભારતમાં પાકની જબરદસ્ત વિવિધતા છે, ત્યારે કૃષિ ઉત્પાદનના માત્ર 10% જ પ્રોસેસ થાય છે. [7] ઓછા ઉપયોગમાં લેવાતા અને ઓછા જાણીતા પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્ત્વોથી ભરપૂર ખાદ્ય પાકોને ઉપભોક્તાઓ માટે સહેલાઈથી ઉપલબ્ધ કરાવવું યોગ્ય પ્રક્રિયા અને નવીન ઉત્પાદન તકનિકોને આધીન થવું જોઈએ.

વિજ્ઞાનની વધુ એક પેદાશ, ફૂડ ફોર્ટિફિકેશનથી ચોખા અને અન્ય પદાર્થોના ઉપયોગથી જરૂરી સૂક્ષ્મ અને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ પહોંચાડવા પ્રચંડ ક્ષમતા છે. તે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગોમાંથી મેળવેલા આડપેદાશોને ઉચ્ચ મૂલ્ય અને પૌષ્ટિક ઉત્પાદનોમાં પણ પરિવર્તિત કરી શકે છે. આડપેદાશ તરીકે મેળવેલી દાળને આવશ્યક એમિનો એસિડ સંતુલિત દાળ એનાલોગ બનાવવા માટે મિશ્રિત કરી શકાય છે. મગફળી, સોયા, મશરૂમ, માયસેલિયમ વગેરે જેવા વિવિધ પ્રોટીન-સમૃદ્ધ વનસ્પતિ સ્ત્રોતોને સંયોજિત કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન સાથે વનસ્પતિ માંસ જેવા નવીન ઉત્પાદનો પણ બનાવી શકાય છે.

આ નવીન ટેકનોલોજી અને ઉત્પાદનો ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ સાથે સતત વધતી જતી વસ્તી માટે પ્રોટીનની ગુણવત્તા અને ઉપલબ્ધતાને સુધારે છે. કાપણી પછીની કામગીરી અને કૃષિ પેદાશો અને પ્રાણી ઉત્પાદનોની પ્રક્રિયામાં નવતર અને નવીન અભિગમોનો ઉપયોગ કરીને પોષક તત્વોને નષ્ટ થતા અટકાવી શકાય છે. જરૂરી લક્ષ્ય પોષક તત્ત્વોનો સમાવેશ કરીને અને ખાદ્ય ઉદ્યોગમાંથી ઉપ-ઉત્પાદનો તરીકે ગુમાવેલા પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોના ઉપયોગ દ્વારા નવા ઉત્પાદનોનો વિકાસ પોષણ સુરક્ષા તરફનો માર્ગ મોકળો કરે છે.

આમ, ફૂડ સાયન્સ અને ટેક્નોલોજીની વ્યાપક સ્વીકૃતિ વૈજ્ઞાનિક પૃથ્થકરણ અને માહિતગાર અભિપ્રાયો દ્વારા સમર્થિત બહેતર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નવી ખાદ્ય આદતો અપનાવવા માટે પ્રેરિત કરશે, આ રીતે ફૂડ ફ્યુચરિઝમ માટેના માર્ગને આગળ ધપાવશે, જેનો કોઈ ઈન્કાર નથી કરી શકતું.

[i] The State of Food Security and Nutrition in the World, 2020, Food and Agriculture Organisation of the United Nations (FAO) [ii] Fifth Round of the National Health and Family Survey (NFHS-5), 2019-21 [iii] https://www.ncbi.nlm.nih.gov/pubmed/23107548 [iv] Sumedha Minocha, Tinku Thomas, Anura V Kurpad, Dietary Protein and the Health–Nutrition–Agriculture Connection in India, The Journal of Nutrition, Volume 147, Issue 7, July 2017, Pages 1243–1250, available at https://academic.oup.com/jn/article/147/7/1243/4743658 [v] National Health Family Survey https://www.indiatoday.in/diu/story/india-meat-map-people-relish-non-vegetarian-items-east-south-lead-way-1878313-2021-11-18 [vi] Sumedha Minocha, Tinku Thomas, Anura V Kurpad, Dietary Protein and the Health–Nutrition–Agriculture Connection in India, The Journal of Nutrition, Volume 147, Issue 7, July 2017, Pages 1243–1250 available at https://academic.oup.com/jn/article/147/7/1243/4743658 7https://face-cii.in/sites/default/files/food_processing_report_2019.pdf

આ પણ વાંચો: શું ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલ અભ્યાસ માટે વિદેશ જવું એ મજબૂરી છે? જાણો શું કહે છે ડોક્ટર્સ

g clip-path="url(#clip0_868_265)">