Travel: તાજમહેલ સાથે તાજ મહોત્સવનો આનંદ માણવા માગો છો તો 20 માર્ચ પછી આગ્રા જવાની યોજના બનાવો

|

Mar 04, 2022 | 2:34 PM

આગ્રામાં દર વર્ષે તાજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તાજ મહોત્સવ 20 માર્ચથી યોજાશે. જો તમે મુસાફરીના ઈરાદા સાથે આગ્રા આવવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્યક્રમ 20 માર્ચ પછી બનાવો, જેથી તમે તાજ અને તાજ મહોત્સવ બંનેનો આનંદ માણી શકો.

Travel: તાજમહેલ સાથે તાજ મહોત્સવનો આનંદ માણવા માગો છો તો 20 માર્ચ પછી આગ્રા જવાની યોજના બનાવો
Taj Mahotsav

Follow us on

આગ્રા તાજમહેલ (Taj Mahal) માટે જાણીતું છે. જો તમે પણ તાજના દર્શન કરવા તાજનગરી આવવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જુઓ. હસ્તકલા, કલા અને સંસ્કૃતિનો સંગમ તાજ મહોત્સવ (Taj Mahotsav) તાજમહેલ નજીક શિલ્પગ્રામ ખાતે 20 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 29 માર્ચ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ (Tourism Department) દ્વારા દર વર્ષે તાજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મોકુફ રખાતો હતો. હવે 20 માર્ચથી 29 માર્ચ સુધી તમે આગ્રા આવી શકો છો અને તાજમહેલની સાથે તાજ મહોત્સવનો આનંદ માણી શકો છો. 10 દિવસના આ ફેસ્ટિવલમાં તમે ભારતની સંસ્કૃતિને નજીકથી જાણી શકો છો.

તાજ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ?

તાજ મહોત્સવની શરૂઆત 1992માં કારીગરોની સર્જનાત્મક કળાને પ્રોત્સાહન આપવા અને તેમની કુશળતા દર્શાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. દર વર્ષે તાજ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવે છે. દર વર્ષે તાજ મહોત્સવ જોવા માટે ભારે ભીડ ઉમટી પડે છે. તમે અહીં આવીને કળા, હસ્તકલા, સંસ્કૃતિ અને ભોજનનો આનંદ માણી શકો છો.

પ્રવેશ માટે ટિકિટ લેવાની રહેશે

તાજ મહોત્સવમાં પ્રવેશ માટે તમારે ટિકિટ લેવી પડશે. આ વખતે તેની એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. જો કે 12 વર્ષ સુધીના બાળકો અને વિદેશી પ્રવાસીઓ તાજ ફેસ્ટિવલ મફતમાં જોઈ શકે છે. દર વર્ષે તાજ મહોત્સવની થીમ પણ અલગ-અલગ હોય છે. આ વર્ષે તાજ મહોત્સવની થીમ ‘તાજ મહોત્સવના રંગો સાથે આઝાદી કા અમૃત મહોત્સવ’ રાખવામાં આવી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઘણા રાજ્યોના ભોજનનો આનંદ માણો

તાજ મહોત્સવમાં તમે યુપી, બિહાર, પંજાબ, કેરળ વગેરે તમામ રાજ્યોની વાનગીઓનો આનંદ માણી શકો છો. આ સાથે તમે વિવિધ રાજ્યો અને શહેરોની કારીગરીનો આનંદ પણ લઈ શકો છો. આ ઉપરાંત અહીં બાળકો માટે અનેક પ્રકારની ગેમ્સ, સ્વિંગ અને એક્ટિવિટી પણ ઉપલબ્ધ છે. તમે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી તાજ મહોત્સવનો આનંદ માણી શકશો.

આ પણ વાંચો- Fodder Scam: લાલુ પ્રસાદ યાદવ હોળી જેલમાં મનાવશે કે પરિવારની સાથે? ઝારખંડ હાઈકોર્ટમાં આજે થશે ફેંસલો

આ પણ વાંચો- બજેટથી નાખુશ : ગુજરાત સરકારે રત્નકલાકારો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ

Next Article