સત્યપાલ મલિક

સત્યપાલ મલિક

સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946ના રોજ ઉત્તર પ્રદેશના બાગપતના હિસાવડા ગામમાં થયો હતો. મલિકે ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના 10મા અને જમ્મુ કાશ્મીરના છેલ્લા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. આ પછી તેઓ ગોવાના 18મા રાજ્યપાલ બન્યા. ત્યાર બાદ તેઓ ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા ગવર્નર તરીકે પણ રહ્યા.

મલિકે 1974માં ચૌધરી ચરણ સિંહના ભારતીય ક્રાંતિ દળની ટિકિટ પર બાગપત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને માત્ર 28 વર્ષની ઉંમરે વિધાનસભામાં પહોંચ્યા હતા. 1980માં તેઓ લોકદળ પાર્ટીમાંથી રાજ્યસભામાં પહોંચ્યા. પરંતુ ચાર વર્ષ બાદ 1984માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. 1989માં જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ થઈ ત્યારે સત્યપાલ મલિક યુપીની અલીગઢ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને પહેલીવાર લોકસભામાં પહોંચ્યા. 1996માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને અલીગઢથી ચૂંટણી લડ્યા.

સત્યપાલ મલિક 2004માં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીની ટિકિટ પર બાગપતથી ચૂંટણી લડ્યા હતા. પણ હારી ગયા હતા. ત્યારબાદ 2005-2006માં તેમને ઉત્તર પ્રદેશ બીજેપીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2009માં તેઓ ભાજપના કિસાન મોરચાના અખિલ ભારતીય પ્રભારી પણ બન્યા હતા. જે બાદ 2012માં તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને 30 સપ્ટેમ્બર 2017ના રોજ તેમને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. લગભગ 11 મહિના બિહારના ગવર્નર રહ્યા બાદ ઓગસ્ટ 2018માં તેમને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Read More

સીબીઆઈના દરોડા અંગે સત્યપાલ મલિકે કહ્યું – ‘CBIને 4-5 કુર્તા અને પાયજામા સિવાય કશુ નહીં મળે’

સત્યપાલ મલિકે કહ્યું કે હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં મારા ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ સીબીઆઈના દરોડાથી ડરતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિકના ઘર પર જે કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે જમ્મુ કાશ્મીરના કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેસ સંદર્ભે છે.

બ્રેકિંગ ન્યૂઝ : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, 30થી વધારે સ્થળો પર દરોડા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે સીબીઆઈના દરોડા ચાલુ છે. CBIની ટીમે મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસમાં ચાલી રહ્યા છે.

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">