તમારૂ લાઈટ બિલ ખૂબ જ ઓછું આવશે, અપનાવો આ સરળ રીત, બિલનું નહીં રહે કોઈ ટેન્શન
ઘરના લાઈટ બિલનો મોટો હિસ્સો રેફ્રિજરેટરના ઉપયોગ કરવાથી આવે છે. તેથી સૌથી પહેલા ચેક કરો કે ફ્રિજનું તાપમાન યોગ્ય છે. રેફ્રિજરેટરમાં ઠંડી, ગરમી અને વરસાદ માટે જુદા-જુદા મોડ્સ આપવામાં આવે છે. તેથી સિઝન અનુસાર તેને સેટ કરો, તેનાથી વીજળી બચાવવામાં મદદ મળશે.

ઘરના જુદા-જુદા ખર્ચમાં લાઈટ બિલનો મોટો હિસ્સો હોય છે. તેનું કારણ છે કે આજે ટેક્નોલોજીના યુગમાં ઘરમાં ઘણા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક એવી ટિપ્સ છે જેના દ્વારા લાઈટ બિલમાં ઘણી બચત કરી શકાય છે. આપણે ઘણીવાર એવી ભૂલો કરીએ છીએ જેના કારણે વીજળીનો વપરાશ વધારે થાય છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે વીજળીની બચત કરી શકાય છે.
સ્વિચ ઓફ કરો
તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે કોઈ લાઈટ કે પંખો ચાલુ છે કે કેમ તે ચેક કરો. આ સિવાય જ્યારે પણ ઘરના સાધનોનો કોઈ કારણ વગર ઉપયોગ થતો નથી તે ધ્યાનમાં રાખો. આ ઉપરાંત જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે માત્ર રિમોટનો ઉપયોગ કરીને TV કે અન્ય ઉપકરણોને બંધ ન રાખો. આ સાધનોની સ્વિચ પણ ઓફ કરો.
5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણોની કરો ખરીદો
ઘરમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણનું રેટિંગ જેટલું ઊંચું હશે, તેટલું તે લાઈટ બિલ બચાવવામાં વધારે મદદ કરે છે. આવી સ્થિતિમાં તમે જ્યારે કોઈ પણ નવા સાધનોની ખરીદો છો, ત્યારે પ્રયત્ન કરો કે તેનું રેટિંગ 5 હોય અથવા તો મિનિમમ 3 રેટિંગ હોય.
LED બલ્બ અથવા ટ્યુબલાઈટનો કરો ઉપયોગ
જો તમે તમારા ઘરમાં જૂના બલ્બનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને તરત જ બદલી નાખો. તમે LED બલ્બ અથવા ટ્યુબલાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કરો. કારણ કે, તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે અને સાથે જ વીજળીની ઘણી બચત થશે. આ ઉપરાંત તેમાં પ્રકાશ પણ વધારે સારો મળે છે.
યોગ્ય તાપમાને રેફ્રિજરેટરનો ઉપયોગ કરો
ઘરના લાઈટ બિલનો મોટો હિસ્સો રેફ્રિજરેટરના ઉપયોગ કરવાથી આવે છે. તેથી સૌથી પહેલા ચેક કરો કે ફ્રિજનું તાપમાન યોગ્ય છે. રેફ્રિજરેટરમાં ઠંડી, ગરમી અને વરસાદ માટે જુદા-જુદા મોડ્સ આપવામાં આવે છે. તેથી સિઝન અનુસાર તેને સેટ કરો, તેનાથી વીજળી બચાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો : BPCL ના 8 લાખથી વધારે શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર, રોકાણકારોને મળશે બેંકની એફ.ડી. કરતા પણ વધારે ડિવિડન્ડ
ACનું યોગ્ય તાપમાન રાખો
ઘણા લોકોને એસી ચાલુ કરતાની સાથે જ તેને 18 કે 19 ડિગ્રી પર સેટ કરવાની આદત હોય છે. પરંતુ, નિષ્ણાતોનું કહેવું છે કે ACને 24 ડિગ્રી પર રાખવું જોઈએ. તેનાથી વીજળીની ઘણી બચત થાય છે અને તે શરીર માટે પણ સારું છે.