ઓફલાઈન રહીને પણ હવે કરી શકો છો WhatsApp પર ચેટીંગ, જાણો કઈ રીતે

WhatsApp પર ઓનલાઈન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે હવે તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે ઉપાય.

ઓફલાઈન રહીને પણ હવે કરી શકો છો WhatsApp પર ચેટીંગ, જાણો કઈ રીતે
WhatsApp
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 21, 2021 | 4:23 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp સતત તેના પ્લેટફોર્મ પર અપડેટ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, WhatsApp વપરાશકર્તાઓ માટે કેટલીક નવી સુવિધાઓ રોલઆઉટ કરવામાં આવી છે. તે જ સમયે કેટલીક સુવિધાઓ હજી પણ પરીક્ષણ મોડમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં તે સેવાઓ પણ બધા વપરાશકર્તાઓ માટે રોલ આઉટ કરવામાં આવશે. જો કે WhatsAppમાં હજુ સુધી એવી કોઈ સુવિધા આવી નથી, જેમાં યુઝર offline રહીને પણ WhatsApp પર ચેટ કરી શકે. ઘણી વાર એપ્લિકેશન પર ઓનલાઇન દેખાવાના કારણે નુકશાન થઇ જતું હોય છે. તમને ઘણા લોકોના મેસેજ આવી જતા હોય છે જેમણે જવાબ આપવાની ઈચ્છા ના હોય.

જ્યારે કોઈની સાથે WhatsApp પર ચેટ કરતા હોઈએ છીએ, ત્યારે બીજા લોકો પણ જોઈ શકે છે કે આપણે ઓનલાઇન છીએ. આવી સ્થિતિમાં ઓનલાઇન જોઇને બીજા ઘણા લોકો પણ તમને મેસેજ કરવાનું શરૂ કરે છે. પરંતુ આજે તમને એવી યુક્તિ જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ઓફલાઇન રહીને વોટ્સએપ પર ચેટ કરી શકો છો. આમાં તમે બીજા યુઝરને ઓનલાઈન નહીં દેખાઓ અને કોઈ તમને હેરાન નહીં કરે.

કરવી પડશે આ એપ્લિકેશન ડાઉનલોડ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વોટ્સએપ પર ઓફલાઇન ચેટ કરવા માટે, તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પડશે. તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે અને ત્યાંથી WA bubble for chat ડાઉનલોડ કરાવી પડશે. આ એક નવી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા તમે કોઈપણ સમયે ઓફલાઇન રહીને કોઈપણ સાથે WhatsApp ચેટ કરી શકો છો. આમાં તમે 24 કલાક ઓફલાઇન રહીને પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. આની સાથે, કોઈ તમારા વોટ્સએપનું લાસ્ટ સીન પણ નહીં જોઈ શકે.

ફોલોવ કરો આ સ્ટેપ્સ જ્યારે તમે WA bubble for chatને ઇન્સ્ટોલ કરો છો, ત્યારે આ એપ્લિકેશન તમારી પાસેથી એક્સેસિબિલીટીની પરવાનગી માંગશે. ત્યારે તમારે પરમીશન અલાઉ કરાવી પડશે. આ બાદ તમારા વોટ્સએપ પર જે મેસેજીસ આવશે તે આ બબલ્સ એપ્લિકેશનમાં દેખાશે. આ એપ દ્વારા તમે વોટ્સએપ પર ચેટ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા ચેટિંગ કરતી વખતે તમને કોઈ પણ ઓનલાઇન જોઈ શકશે નહીં. અને ઓનલાઈન રહેવાના કારણે થતી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">