Work From Home ના ચક્કરમાં લોકોના પર્સનલ ડેટા લીક ! કંપનીઓને પણ થયુ મોટા પ્રમાણમાં નુક્સાન

|

Jul 29, 2021 | 6:05 PM

આઇબીએમના એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં કંપનીઓ માટે ડેટા બ્રીચનો ખર્ચ વધીને 4.2 મિલિયન ડૉલર પ્રતિ કલાક થઇ ગયો છે જે છેલ્લા 17 વર્ષમાં સૌથી વધુ છે.

Work From Home ના ચક્કરમાં લોકોના પર્સનલ ડેટા લીક ! કંપનીઓને પણ થયુ મોટા પ્રમાણમાં નુક્સાન
File Photo

Follow us on

કોરોના (Corona) મહામારીના કારણે લોકોના જીવન અને ટેક્નોલોજીમાં કેટલાક ફેરફારો થયા છે. મહામારીના આ સમયમાં વર્ક ફ્રોમ હોમનો (Work From Home) કોન્સેપ્ટ ઘર ઘર સુધી પહોંચ્યો. છેલ્લા દોઢ વર્ષથી મોટેભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે. વર્ક ફ્રોમ હોમના કેટલાક ફાયદાઓ પણ છે જેમકે લોકોના પેટ્રોલના ખર્ચા બચી ગયા સાથે જ પર્યાવરણ અને ટ્રાફિકની સમસ્યામાં પણ કેટલાક અંશે રાહત મળી. પરંતુ વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીઓ અને કંપનીઓને એક નુક્સાન પણ થયુ છે અને તે છે ડેટા ચોરી.

 

ઘરેથી કામ કરતી વખતે ડેટા બ્રીચનું (Data Breach) જોખમ મોટા પ્રમાણમાં રહે છે. પાછલા કેટલાક સમયમાં ડેટા બ્રીચના સમાચારોએ આપણુ ધ્યાન ખેંચ્યુ છે. આઇબીએમના એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં કંપનીઓ માટે ડેટા બ્રીચનો ખર્ચ વધીને 4.2 મિલિયન ડૉલર પ્રતિ કલાક થઇ ગયો છે જે છેલ્લા 17 વર્ષમાં સૌથી વધુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

500 થી વધુ ઓર્ગેનાઇઝશન્સે માન્યુ છે કે, રિયલ -વર્લ્ડના ડેટા બ્રીચના એનાલિસિસના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પરથી ખબર પડી કે મહામારી દરમિયાન ભારે ઓપરેશનલ બદલાવને કારણે સિક્યોરીટી ઇન્સીડેન્ટ વધુ મોંઘુ અને અઘરુ થયુ છે. તેને લઇને ખર્ચ ગત વર્ષ કરતા 10 ટકા વધ્યો છે.

 

ભારતમાં, ડેટા બ્રીચ પાછળનો સરેરાશ ખર્ચ 16.5 કરોડ રૂપિયા છે જે 2020 ની સરખામણીએ 18 ટકા વધ્યો છે. પ્રતિ રેકોર્ડ ચોરી થવા અથવા તો ખોવાય જવાની લાગત 5.900 રૂપિયા હતી જે લગભગ 7 ટકા વધુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, હેલ્થ સેક્ટર, રિટેલ અને હોસ્પિટાલીટી જેમણે મહામારી દરમિયાન વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેમણે પણ દર વર્ષે ડેટા બ્રીચ માટે થતા ખર્ચમાં વૃદ્ધિનો અનુભવ કર્યો છે. તેમાં હેલ્થ કેર સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયો.

 

આ પણ વાંચો – Ahmedabad : બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભેળવાતા ટેક્ષની 10 કરોડ રૂપિયાની આવક વધશે

આ પણ વાંચો – Gujarat સરકારના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમને અપાયો આખરી ઓપ, 01 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર 

Published On - 6:03 pm, Thu, 29 July 21

Next Article