Ahmedabad : બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભેળવાતા ટેક્ષની 10 કરોડ રૂપિયાની આવક વધશે
અમદાવાદમાં ટેક્સની આવક ગત વર્ષ કરતા વધી હતી અને ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની 472 કરોડ રૂપિયાની આવક થઈ છે. કુલ આવકમાં 30 ટકા આવકનો વધારો થયો છે.
અમદાવાદ મહાનગર પાલિકાની (Ahmedabad Municipal Corporation) રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મહાનગરની વિવિધ પ્રોપર્ટીના ટેક્સની (Property Tax) આવકની માહિતી આવી હતી. અમદાવાદમાં ટેક્સની આવક ગત વર્ષ કરતા વધી હતી અને ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની 472 કરોડ રૂપિયાની આવક થઈ છે.
આ વર્ષની કુલ આવકમાં 30 ટકા આવકનો વધારો થયો છે. સાથે જ એ.એમ.સી. (AMC) દ્વારા નવી SMS ની સેવા શરૂ કરવામાં આવી શકે છે. ચાલુ વર્ષે લોકોએ સમયસર ટેક્સ (Tax) ભર્યો છે અને ટેક્સ રિબેટ યોજનાનો (Tax Rebate Scheme) લાભ પણ લોકોએ લીધો છે.
કોરોનાકાળ (Corona) દરમ્યાન એ.એમ.સી. (AMC) ને મોટો ખર્ચ થયો છે સાથે એ.એમ.સી. ને ટેક્સની આવકમાં (Income) વધારો થયો છે, ત્યારે ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ (Professional Tax), વ્હિકલ ટેક્સની (Vehicle Tax) આવક કેટલી છે તેના ઉપર નજર કરીએ. પ્રોપર્ટી ટેક્સમાં ૪૭૨.૪૨ કરોડ રૂપિયાની આવક, પ્રોફેશનલ ટેક્સમાં ૫૬.૩૦ કરોડ રૂપિયાની આવક અને વ્હીકલ ટેક્સમાં ૩૪.૧૯ કરોડ રૂપિયાની આવક થઈ છે.
બોપલ ઘુમામાં નવા સમાવિષ્ટ વિસ્તારનો ટેક્સ સરખો જ ગણવામાં આવે છે. બોપલ ઘુમા વિસ્તારમાં લોકો વોટ્સએપ પર ફરિયાદો કરી શકે છે અને કોર્પોરેશનની તમામ સુવિધાઓ બોપલ ઘુમામાં આપવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના ટેક્સનો વધારો બોપલ ઘુમામાં કરવામાં આવ્યો નથી.
બોપલ ઘુમાની 40,000 પ્રોપર્ટીમાંથી 22,000 હજાર પ્રોપર્ટીનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે. બોપલ ધુમાનો વિસ્તાર કોર્પોરેશનમા ભેળવાતા ટેક્સમાં 10 કરોડ રૂપિયાની આવક વધશે.