AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખરમાં સ્માર્ટફોનની જગ્યા સ્માર્ટ ગ્લાસિસ લઈ લેશે?

મોબાઇલ અને સ્માર્ટવોચ પછી સ્માર્ટ ગ્લાસિસ પણ માર્કેટમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે આ સ્માર્ટ ગ્લાસિસ શા માટે ચર્ચામાં છે અને એમાં એવું તો શું ખાસ છે કે માર્ક ઝુકરબર્ગ તેને ભવિષ્યનું એક મોટું પગલું ગણાવે છે?

શું ખરેખરમાં સ્માર્ટફોનની જગ્યા સ્માર્ટ ગ્લાસિસ લઈ લેશે?
| Updated on: May 03, 2025 | 4:14 PM
Share

આજકાલ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હવે એમાંય મોબાઇલ અને સ્માર્ટવોચ પછી સ્માર્ટ ગ્લાસિસ માર્કેટમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે આ સ્માર્ટ ગ્લાસિસ શા માટે ચર્ચામાં છે અને એમાં એવું તો શું ખાસ છે કે માર્ક ઝુકરબર્ગ તેને ભવિષ્યનું એક મોટું પગલું ગણાવે છે? જણાવી દઈએ કે, સ્માર્ટ ગ્લાસિસમાં કેમેરા, માઈક, સ્પીકર અને ઘણી AI ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ પહેરીને તમે AIની મદદથી ફોટા લઈ શકો છો, કોલ કરી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો અને રિયલ ટાઈમ જાણકારી મેળવી શકો છો.

રે-બન અને મેટા તરફથી શાનદાર ડીલ્સ

ફેમસ ચશ્મા કંપની રે-બેન હાલ ચર્ચામાં આવી છે. તેણે મેટા સાથે મળીને એક નવો સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યો છે, જેણે બજારમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ગ્લાસ સ્ટાઇલિશ તો છે જ અને એમાં તેની સાથે ટેકનોલોજી પણ જોડાયેલી છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, ગ્લાસિસ એઆઈ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. તમે જે જુઓ છો તે વસ્તુ ગ્લાસિસ પણ જોઈ શકે છે, તમે જે સાંભળો છો તે ગ્લાસિસ પણ સાંભળી શકે છે અને ડિજિટલ દુનિયાને વાસ્તવિક દુનિયા સાથે પણ જોડી શકે છે. સ્માર્ટ ગ્લાસિસ એક સ્ટાઇલિશ કે ટેકનોલોજીકલ ડિવાઇસ નથી પરંતુ તે વાસ્તવિક અને કાર્યાત્મક જરૂરિયાતોને પણ પૂરું કરશે.

ધીમે ધીમે ફોનનું સ્થાન લેશે

ઘણા કિસ્સાઓમાં, આ સ્માર્ટ ગ્લાસિસ ફોનની જરૂરિયાતને પણ દૂર કરી શકે છે અને જો આવું થશે તો તે ખરેખરમાં એક મોટો બદલાવ હશે. હાલમાં, સ્માર્ટ ગ્લાસિસ હજુ સ્માર્ટફોનને બદલવા માટે પૂરતા સ્માર્ટ નથી પરંતુ એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં આ ધીમે ધીમે ફોનનું સ્થાન લઈ શકે છે.

ટેકનોલોજીને લગતી ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે સારુ કામ કરતુ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">