તમે જાણો છો? રેલવે લાઇનની વચ્ચે અને બંને બાજુ શા માટે પત્થરો નાખવામાં આવે છે, જાણો જવાબ

Gautam Prajapati

Gautam Prajapati |

Updated on: May 19, 2021 | 5:42 PM

રેલ્વે પાટાની વચ્ચે અને આજુબાજુ તમે અણીદાર પત્થર જોયા હશે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે આ પત્થર કેમ રાખવામાં આવે છે. જાણો કારણ.

તમે જાણો છો? રેલવે લાઇનની વચ્ચે અને બંને બાજુ શા માટે પત્થરો નાખવામાં આવે છે, જાણો જવાબ
File Image

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં રેલ્વે પાટા વચ્ચે અને બંને બાજુ પત્થરો અથવા કાંકરી નાખવામાં આવે છે. રેલ્વે લાઇન નજીક પત્થરો નાખવા પાછળ એક ખૂબ મોટું કારણ છે. આના વાસ્તવિક કારણને બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે સફળ અને સલામત રેલ્વે પ્રવાસ માટે આ કાંકરા ખૂબ મહત્વપૂર્ણ છે.

ટ્રેકની આજુબાજુ જે પથ્થરો નાખવામાં આવ્યા છે તેને ટ્રેક બૈલેસ્ટ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે રેલ્વે પાટા નજીક જે પથ્થરો નાખવામાં આવે છે તે અણીદાર હોય છે. જેના કારણે આ પત્થરો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને જ્યાં ત્યાં વિખેરાતા નથી. જો ગોળાકાર પત્થરો ટ્રેક નજીક મૂકવામાં આવે, તો તેઓ ટ્રેન પસાર થતાં કંપનના કારણે વેરવિખેર થઈ જશે. આ પથ્થરો જે રેલ્વે લાઇનની પાસે નાખવામાં આવ્યા છે, તેને ટ્રેક બૈલેસ્ટ (Track Ballast) કહેવામાં આવે છે. ચાલો હવે આપણે જાણીએ કે રેલ્વે લાઇનની નજીક ટ્રેક બૈલેસ્ટ શા માટે મૂકવામાં આવે છે?

1. ટ્રેક બૈલેસ્ટ સ્લીપર્સને એક જગ્યાએ મજબુતીથી પકડી રાખે છે

રેલ લાઇન હંમેશા કોંક્રિટથી બનેલા બ્લોક્સ પર બનાવવામાં આવે છે. અગાઉ કોંક્રિટ બ્લોક્સને બદલે લાકડાના જાડા બ્લોક્સનો ઉપયોગ થતો હતો. જો કે આ લાકડાના બ્લોક્સ ગરમી અને વરસાદમાં બગડતા હતા. આ કોંક્રિટ બ્લોક્સને સ્લીપર કહેવામાં આવે છે. ટ્રેક બૈલેસ્ટ આ સ્લીપર્સને મજબુતીથી પકડી રાખે છે. જો ટ્રેક બૈલેસ્ટ નાખવામાં ન આવે, તો આ સ્લીપર્સ ટ્રેનના વજન અને કંપનને લીધે સરકી જશે, જે મોટા રેલ્વે અકસ્માતનું કારણ પણ બની શકે છે.

2. ટ્રેક પર ટ્રેન પસાર થવાને કારણે થતાં કંપન અને અવાજને નિયંત્રિત કરવા

ટ્રેક બૈલેસ્ટ ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનોમાંથી નીકળતા જબરદસ્ત કંપન અને અવાજને નિયંત્રિત કરે છે. જો ટ્રેક બૈલેસ્ટને ટ્રેકની નજીક ન મૂકવામાં આવે, તો પછી ટ્રેનના ભારે વજનના કારણે કંપનને લીધે ટલાઈન ક્રેક થઇ તૂટી શકે છે. આ સાથે તે ટ્રેક્સ અને ટ્રેનના સંપર્કમાં આવતા ઉદ્દભવતા અવાજને પણ ઘટાડે છે. જો ટ્રેક બૈલેસ્ટને ટ્રેક પર ના મૂકવામાં આવે છે, તો તે ખૂબ અવાજ કરશે, જે આસપાસના લોકોને પરેશાન કરી શકે છે.

3. ટ્રેક બૈલેસ્ટ નીંદણ અને છોડને રેલ્વે ટ્રેક પર ઉગતા અટકાવે છે

ટ્રેનોની સરળ આવન જાવન માટે રેલ્વે ટ્રેક એકદમ ચોક્ખી હોવી ખુબ મહત્વનું છે. પાટા વચ્ચે કોઈ પણ પ્રકારના નીંદણ અને છોડ ન હોવા જોઈએ. ટ્રેક બૈલેસ્ટ પણ આવા નીંદણને ટ્રેકની વચ્ચે વધતા અટકાવે છે.

4. ટ્રેક બૈલેસ્ટ વરસાદના સમયમાં ટ્રેક અને સ્લીપર્સનું રક્ષણ કરે છે

ભારતના ઘણા વિસ્તારોમાં દર વર્ષે ભારે વરસાદ પડે છે, જે સતત કેટલાક દિવસો સુધી ચાલુ રહે છે. જો રેલવે લાઇન નજીક ટ્રેક બૈલેસ્ટ ના નાખવામાં આવે તો વરસાદને કારણે પાટા અને સ્લીપર્સની નીચેની માટી ખસી શકે છે, જેના કારણે ભયંકર રેલ્વે અકસ્માત થઈ શકે છે. ભારે વરસાદમાં પણ ટ્રેક બૈલેસ્ટ તેની જગ્યાએ જમીનને પકડી રાખે છે, જેથી સ્લીપર્સ અને ટ્રેક પણ તેમની જગ્યાએ રહે.

5. ટ્રેક અને સ્લીપર્સ પર આવતા ટ્રેનના વજનને ઘટાડે છે બૈલેસ્ટ

હજારો ટન હેવી સિંગલ ટ્રેન પસાર થવાથી ટ્રેક અને સ્લીપર્સ પર ભારે દબાણ આવે છે. ટ્રેક બૈલેસ્ટ પાટા અને સ્લીપર્સ પર પડતા ટ્રેનના દબાણનું વિતરણ કરે છે અને તે પોતે વજન સહન પણ કરે છે. ટ્રેક બૈલેસ્ટ ના હોય તો ટ્રેનનું આખું વજન સીધા પાટા અને સ્લીપર્સ પર આવે જેના કારણે તે ખૂબ જ ટૂંક સમયમાં તૂટી જાય છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે ટ્રેક બૈલેસ્ટની નિયમિત જાળવણીની જરૂરી છે. આ ઉપરાંત, સમય સમય પર ટ્રેક બૈલેસ્ટને વારંવાર બદલવામાં પણ આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati