GOOGLE OUTAGE : કેમ ગૂગલની સેવા ઠપ્પ થઇ ? માફી માંગી કંપનીએ જણાવ્યું કારણ

GOOGLE  OUTAGE : કેમ ગૂગલની સેવા ઠપ્પ થઇ ? માફી માંગી કંપનીએ જણાવ્યું કારણ
1લી જૂન લિમિટ કરતા વધુ સ્ટોરેજ પર google ચાર્જ વસૂલશે

તાજેતરમાં સર્ચ એન્જિન કંપની ગૂગલની તમામ સેવાઓ 45 મિનિટ માટે ઠપ્પ થઇ ગઈ હતી. ટેક્નિકલ એરરના કારણે જી-મેઈલ અને યુટ્યુબ સહિતની તમામ સેવાઓ પ્રભાવિત થઈ હતી.  સેવા બંધ થયા પછી આ બાબત આખી દુનિયામાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ થવા લાગ્યું કે ગ્લોબલ આઉટેજના કારણે ગૂગલની સેવાઓ બંધ ઠપ્પ થઈ હતી. ગૂગલે સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગી સેવાઓ ખોરવાઈ જવાનું  કારણ જાહેર કર્યું છે.

કંપનીએ માફી માંગી
ગૂગલે તેના બ્લોગમાં સમસ્યા માટે વપરાશકર્તાઓની માફી માંગી છે અને કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં આવા આઉટેજનો થશે નહીં. ગૂગલે કહ્યું, ‘આ ઘટનાના અમારા ગ્રાહકો અને તેમના વ્યવસાય પર પડેલી અસર માટે અમે દિલગીર છીએ. ભવિષ્યમાં આવી સમસ્યા સર્જાવા દઈશું નહિ.

સ્ટોરેજના અભાવથી સર્જાયો આઉટેજ
ગૂગલે જણાવ્યું હતું કે ગ્લોબલ આઉટેજ પાછળનું કારણ ગુગલની ઓટોમેટિક સ્ટોરેજ ક્વોટા સ્ટોરેજ મેનેજમેન્ટ સિસ્ટમ હતી. Gmail, ગૂગલ સર્ચ એંજિન, યુટ્યુબ અને ગુગલ મેપ યુઝર્સને સ્ટોરેજના અભાવને કારણે સમસ્યા આવી હતી. વિશ્વવ્યાપી વપરાશકર્તાઓ ગૂગલ સેવાઓના વૈશ્વિક આઉટેજથી પ્રભાવિત થયા હતા. આઉટેજ દરમિયાન Gmail અને YouTube જેવી લોકપ્રિય એપ્લિકેશનો લોડ થઈ ન હતી.

Gmail વપરાશકર્તાઓ ન તો ઇમેઇલ્સ મોકલવામાં સમર્થ હતા અને ન તો તેઓ ઇમેઇલ્સ પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા. યુટ્યુબ વપરાશકર્તાઓ કોઈપણ વિડિઓ જોવા માટે અસમર્થ રહ્યા હતા. જીમેલ અને યુ ટ્યુબ સિવાય ગૂગલ મેપ્સ, કેલેન્ડર, ગૂગલ શીટ્સ, ગૂગલ ન્યૂઝ,  ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ ડોક્સ સહિત ગૂગલની અન્ય સેવાઓ પણ ડાઉન રહી હતી.

આધુનિક જમાનામાં આઉટેજ મોટી ચૂક મનાય છે
તકનીકી કંપનીની સેવામાં કોઈ આઉટેજ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલવા અથવા સ્ટોરેજમાં વિક્ષેપ પાડવો તેવું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે એક દાયકા પહેલા સુધી ઇન્ટરનેટ ટેક કંપનીઓમાં આવું બનતું હતું પરંતુ હવે એવું બનતું નથી. ખાસ કરીને ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓએ વિશ્વમાં દરેક જગ્યાએ ડેટા સેન્ટરોનું નેટવર્ક બનાવ્યું છે કે ત્યાં આઉટેજ ન આવે છતાં પણ સમસ્યા નું સર્જન ચિંતાજનક ગણી શકાય.

Click on your DTH Provider to Add TV9 Gujarati