તમારા મોબાઈલના ચેટ બોક્સ માટે ઈમોજી કોણ તૈયાર કરે છે ? જાણો 3 પ્રકારના ઈમોજીનો અર્થ !

|

Sep 17, 2021 | 5:31 PM

હાલ આપણે બધા વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર લાગણીઓ વ્યક્ત કરવા માટે ઈમોજીનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. એવું કહેવાય છે કે એક ચિત્ર હજાર શબ્દો જેટલું અસરકારક છે.

તમારા મોબાઈલના ચેટ બોક્સ માટે ઈમોજી કોણ તૈયાર કરે છે ? જાણો 3 પ્રકારના ઈમોજીનો અર્થ !
Emoji

Follow us on

આપણે હવે માત્ર બોલીને જ વાત નથી કરતા, દરરોજ ઘણી વાત મેસેજ અથવા ચેટ્સમાં લખીને પણ કરવામાં આવે છે. આ મેસેજ અથવા ચેટ્સમાં લાગણીઓ વ્યક્ત કરવા માટે ઇમોજીનો (Emoji) હાલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર લાગણીઓ વ્યક્ત કરવા માટે ઈમોજીનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. એવું કહેવાય છે કે એક ચિત્ર હજાર શબ્દો જેટલું અસરકારક છે, તે જ રીતે એક ઇમોજી દ્વારા તે શક્ય છે. તમારા ચેટ બોક્સમાં તમામ પ્રકારના ઇમોજી જોવા મળે છે. પરંતુ તમારા ફોન માટે આટલા બધા ઇમોજી કોણ તૈયાર કરે છે.

એક મહિલા વિશ્વના દરેક વ્યક્તિના ચેટિંગ બોક્સમાં ઇમોજી લાવવાનો પ્રયાસ કરી રહી છે. તે મહિલાનું નામ જેનિફર ડેનિયલ્સ છે. જેનિફર હાલમાં ‘ઇમોજી સબ કમિટી ફોર ધ યુનિકોડ કોન્સોર્ટિયમ’ ના વડા છે. આ સંસ્થા દરેકના ચેટ બોક્સ માટે ઇમોજી ડિઝાઇન કરવાનું કામ કરે છે. જેનિફર ડેનિયલ્સ એક અમેરિકન ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર છે.

3000 થી વધુ ઇમોજી

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

જેનિફરને જેન્ડર સમાનતાની સમર્થક માનવામાં આવે છે. તેની અસર તેના દ્વારા રચાયેલ ઇમોજી પર પણ દેખાય છે. મિસ્ટર ક્લોઝ, મિસિસ ક્લોઝ અને મક્સ ક્લોઝના ઇમોજી બનાવવામાં તેનું અનુસરણ જોવા મળે છે. આજે 3000 થી વધુ ઇમોજી ઉપલબ્ધ છે.

આ પ્રકારના ઇમોજી પાછળનું કારણ શું છે ?

તમને ઇમોજીમાં ત્રણ પ્રકારના સાંતા મળશે. એક પુરુષ (મિસ્ટર ક્લોઝ), એક સ્ત્રી (મિસિસ ક્લોઝ) અને એક સાંતા જે સ્પષ્ટ રીતે પુરુષ અથવા સ્ત્રી બંને તરીકે સમજી શકાય નહીં એટલે કે મક્સ ક્લોઝ. આ તે લોકો માટે છે જે તેમની ઓળખ જાહેર કરવા માંગતા નથી. અહેવાલો અનુસાર આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે, જેથી તમામ જેન્ડરના લોકોને ચેટિંગ કી બોર્ડમાં સ્થાન આપી શકાય.

જેનિફર ઇમોજી પર શું કહે છે

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જેનિફરે ઈમોજીની જરૂરિયાત પર કહ્યું કે, આપણે 80 ટકા સમય કંઈ પણ બોલ્યા વગર પોતાની જાતને વ્યક્ત કરીએ છીએ. જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે તે ઘણી રીતે બોલવામાં આવે છે. ચેટિંગ દરમિયાન વાત કરતી વખતે આપણે એક રીતે થોડા અનૌપચારિક હોઈએ છીએ. આ સ્થિતિમાં આપણે દૃષ્ટિકોણને વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના દ્વારા આપણી લાગણી સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ અને ટાઇપ કરવા માટે આંગળીઓને તકલીફ આપવાની પણ જરૂર પડતી નથી.

 

આ પણ વાંચો : રાઈટી અને લેફ્ટી વચ્ચે શું તફાવત છે ? જાણો બંને લોકોનું મગજ કેવી રીતે કામ કરે છે ?

આ પણ વાંચો : અમુક વર્ષ સુધી ભાડે રહ્યા બાદ ભાડુઆત મિલકતનો માલિક બની શકે ? જાણો શું છે નિયમ ?

Next Article