WhatsAppનું નવું ફીચરઃ ગ્રુપમાં જોડાવવા માટે હવે મેમ્બરશિપની પડશે જરૂર

|

Jun 17, 2022 | 12:18 PM

વોટ્સએપના આ નવા ફીચરને ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ નામ આપવામાં આવ્યું છે. નવા ફીચરની હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર ચકાસણી કરાઈ રહી છે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે.

WhatsAppનું નવું ફીચરઃ ગ્રુપમાં જોડાવવા માટે હવે મેમ્બરશિપની પડશે જરૂર
WhatsApp's new feature ( file photo )

Follow us on

મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં અન્ય એક નવું અને આશ્ચર્યજનક ફીચર આવી રહ્યું છે. અહેવાલ છે કે WhatsApp મેમ્બરશિપ (Group Membership Approval ) નામના ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. વોટ્સએપના આ નવા ફીચરના આવ્યા બાદ કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં (WhatsApp Group) જોડાવા માટે મેમ્બરશિપ લેવી પડશે. વોટ્સએપે છેલ્લા એક વર્ષમાં વોટ્સએપ ગ્રુપ્સને લઈને ઘણા નવા ફીચર્સ (New features) બહાર પાડ્યા છે. વોટ્સએપના આ નવા ફીચરને ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ નામ આપવામાં આવ્યું છે. નવા ફીચરની હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝન (Beta version) પર ચકાસણી કરાઈ રહી છે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે.

એડમિન પાસે સભ્યપદ આપવાનો અધિકાર હશે

રિપોર્ટ અનુસાર WhatsAppના નવા ફીચરનું હાલમાં બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નવા ફીચરના આવ્યા પછી, વોટ્સએપ ગ્રુપ એડમિન પાસે તમામ મેમ્બર રિક્વેસ્ટ હશે જેને મંજૂર કરવાની રહેશે એટલે કે ગ્રુપ મેમ્બરના જોડાવવાની મંજૂરી એડમિન પાસે રહેશે.

વોટ્સએપના આ નવા ફીચરને ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ નામ આપવામાં આવ્યું છે. નવા ફીચરનું હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે WhatsAppએ હાલમાં જ ગ્રુપ મેમ્બરની લિમિટ 256 થી વધારીને 512 કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બીટા ટેસ્ટિંગ અનુસાર એડમિન ગ્રુપના સેટિંગમાં જઈને મંજૂરીના વિકલ્પને ઓન કે ઓફ કરી શકે છે. આ ફીચર સિવાય WhatsApp એક નવા ઈમોજી ફીચર પર પણ કામ કરી રહ્યું છે. નવા અપડેટ બાદ જો તમે વોટ્સએપ ગ્રુપ ઈન્વાઈટ લિન્કમાં જોડાઓ છો તો પણ એડમિનની મંજૂરી લેવી પડશે. હાલમાં, આમંત્રણ લિંક પર ક્લિક કરીને કોઈપણ ગ્રુપમાં સીધા જ જોડાઈ શકે છે.

WhatsApp એપ પર પ્રાઈવસી કંટ્રોલનું (Privacy control) એક નવું ફીચર પણ આવ્યું છે, આ ફીચરની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ નવા ફીચરની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને કોણ જોઈ શકે છે ? આના પર પણ તમને સ્ટેટસ જેવો એક નવો વિકલ્પ મળ્યો છે, જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોણ કોણ પ્રોફાઇલ ફોટો જોઈ શકતુ નથી. આવો જાણીએ WhatsAppના લેટેસ્ટ ફીચરની વિગતો.

Next Article