વોટ્સએપ એ દુનિયાના સૌથી વધુ યુઝર ધરાવતી મેસેજિંગ એપ છે. તે પોતાના યુઝર્સની સુવિધાઓ અને પસંદનું ધ્યાન રાખે છે. તે અવારનવાર નવા ફીચર લોન્ચ કરીને પોતાના યુઝરની સુવિધામાં વધારો કરતા હોય છે. તેથી જ યુઝરનો વોટ્સએપ પર ભરોસો વધ્યો છે. અને વોટ્સએપ યુઝર દિવસેને દિવસે વધી રહ્યા છે. જોકે તેની પ્રાઈવસી પર ભૂતકાળમાં અનેક સવાલો થયા છે અને વિવાદો પણ થયા છે. આ વોટ્સએપની કેટલીક ટ્રિક (WhatsApp Trick) તમે જો જાણતા હોઉ તો તમને વોટ્સએપ વાપરવામાં વધારે આંનદ આવશે. વોટ્સએપ સ્ટેટસ (WhatsApp Status)એ વોટ્સએપના સરસ મજાનું ફીચર છે. વોટ્સએપ પર તમે પોતાના મિત્રો અને પરિવારના સ્ટેટસ જોતા જ હશો. તમે તે સ્ટેટસ જોશો તો તરત સામે વાળાની વ્યૂ લિસ્ટમાં તમે પણ દેખાશો. જો તમે તેનાથી બચવા માંગતા હોઉ તો તેના માટે પણ એક સરસ ટ્રિક છે.
જો તમે ઈચ્છતા હોઉ કે તમે સામેવાળાનું સ્ટેટસ જુઓ અને સામે વાળાને ખબર પણ નહીં પડે, તો તમારે એક અન્ય ફીચરનો ઉપયોગ કરવો પડશે. તેના માટે તમારે વોટ્સએપ સેટિંગમાં જઈને કેટલાક ફેરફાર કરવા પડશે. તેની મદદથી તમે સામેવાળાની જાણ બહાર તેનું સ્ટેટસ જોઈ શકશો.