WhatsApp યુઝર્સનું ટેન્શન થશે દૂર, આવી ગયું સૌથી મહત્વનું ફીચર, તમે કરેલી ભૂલ સરળતાથી સુધારી શકશો

|

Aug 16, 2022 | 6:46 PM

આ ફીચર (WhatsApp Feature) આવવાથી યુઝર્સને ઘણી મદદ મળશે, જણાવી દઈએ કે ઘણીવાર યુઝર્સ ભૂલથી ડીલીટ ફોર એવરીવનને બદલે ડીલીટ ફોર મી બટન દબાવી દે છે, પરંતુ હવે આ ભૂલને સુધારી શકાશે.

WhatsApp યુઝર્સનું ટેન્શન થશે દૂર, આવી ગયું સૌથી મહત્વનું ફીચર, તમે કરેલી ભૂલ સરળતાથી સુધારી શકશો
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ એડ કરતી રહે છે અને હવે કંપની એપમાં યુઝર્સની સુવિધા માટે વધુ એક નવું વોટ્સએપ ફીચર (WhatsApp Feature) લાવવાની તૈયારી કરી રહી છે. આ ફીચર આવવાથી યુઝર્સને ઘણી મદદ મળશે, જણાવી દઈએ કે ઘણીવાર યુઝર્સ ભૂલથી ડીલીટ ફોર એવરીવનને બદલે ડીલીટ ફોર મી બટન દબાવી દે છે, પરંતુ હવે આ ભૂલને સુધારી શકાશે.

થોડીક સેકન્ડમાં તમારી ભૂલ સુધારી શકશો

વોટ્સએપ ડેવલપમેન્ટ પર નજર રાખતી સાઇટ WABetaInfo અનુસાર, કંપની તેના યુઝર્સ માટે એક ફીચર લાવી રહી છે જેથી તમે ભૂલથી પણ ડીલીટ ફોર મી વિકલ્પ પસંદ કર્યો હોય તો પણ તમે થોડીક સેકન્ડમાં તમારી ભૂલ સુધારી શકશો. લોકોની માહિતી માટે જણાવી દઈએ કે આ WhatsApp ફીચર બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે, જો તમે પણ WhatsApp બીટા વર્ઝન 2.22.18.13 નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે આ ફીચરને ટેસ્ટ કરી શકો છો.

વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસીના સંદર્ભમાં પણ ઘણું કામ કરે છે અને તેને ધ્યાનમાં રાખીને કંપની 3 નવા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ ચુપચાપ ગ્રૂપ છોડી શકશે અને કોઈને ખબર પણ નહીં પડે, પરંતુ માત્ર ગ્રુપ એડમિનને જ તેની જાણ હશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ સિવાય કેટલાક લોકો એવા છે જે અમે એ બતાવવા નથી માંગતા કે આપણે વોટ્સએપ પર ઓનલાઈન છીએ પરંતુ હજુ સુધી એવું કોઈ ફીચર નથી અને જો આપણે ઓનલાઈન હોઈએ તો બધાને એવું જ શો થાય છે કે અમે વોટ્સએપ પર એક્ટિવ છીએ. પરંતુ આ ફીચરની શરૂઆત બાદ કંટ્રોલ તમારા હાથમાં રહેશે કે તમે ઓનલાઈન છો કે નહી તે કોણ જોઈ શકશે અને કોણ નહીં.

યૂઝર્સ પ્રોફાઈલ ફોટોમાં પોતાનો અવતાર લગાવી શકશે

વોટ્સએપ નવા અપડેટ રજૂ કરે છે, જેથી યુઝર્સને નવા ફીચર્સ મળે. હવે જાણવા મળ્યું છે કે Meta ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યૂઝર્સ પ્રોફાઈલ ફોટોમાં પોતાનો અવતાર લગાવી શકશે. WABetaInfo તરફથી મળેલી માહિતી મુજબ WhatsApp ટૂંક સમયમાં એક એવું ફીચર લાવી શકે છે જેમાં યુઝર્સ પ્રોફાઈલ ફોટોમાં અવતાર લગાવી શકશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે વોટ્સએપ હાલમાં ચેટમાં મોકલવા માટે ઈમોજી, GIF અને સ્ટિકર્સ ઓફર કરે છે.પરંતુ હવે એવા અહેવાલ છે કે WhatsApp એનિમેટેડ WhatsApp અવતાર લાવશે. વોટ્સએપ વીડિયો કૉલ દરમિયાન અવતારનો ઉપયોગ માસ્ક તરીકે કરવાની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ તેમને વ્યક્તિગત અને ગ્રુપ ચેટમાં સ્ટીકર તરીકે પણ શેર કરી શકશે.

Published On - 6:46 pm, Tue, 16 August 22

Next Article