વોટસએપની સિક્યુરિટી બની વધુ મજબુત, હવે ફોન નંબર સિવાય આ રીતે પણ ચલાવી શકશો તમારૂ એકાઉન્ટ

|

Nov 08, 2023 | 5:57 PM

વોટસએપ હાલના સમયમાં તમામ લોકોના ફોનમાં ઈન્સ્ટોલ હોય છે. આ એપ્લિકેશન દ્વારા લોકો એકબીજા સાથે સરળતાથી વાતચીત અને ફોટો-વીડિયોની આપ-લે કરી શકે છે. ત્યારે હવે વોટસએપ તમને ડબલ સિક્યોરિટી આપવાની તૈયારી કરી રહ્યું છે.

વોટસએપની સિક્યુરિટી બની વધુ મજબુત, હવે ફોન નંબર સિવાય આ રીતે પણ ચલાવી શકશો તમારૂ એકાઉન્ટ
WhatsApp (File Image)

Follow us on

આજે એક પણ એન્ડ્રોઈડ કે આઈઓએસ ફોન એવો નહીં હોય કે જેમાં વોટસએપ મેસેજિંગ એપ્લિકેશન ઈન્સ્ટોલ ના હોય. હવે વોટસએપ કોમ્યુનિકેશનનું સૌથી સરળ માધ્યમ છે. તેના દ્વારા લોકો પોતાના કામ સરળતાથી કરી શકે છે. વોટસએપ દ્વારા લોકો એકબીજાને ફોટો અને વીડિયો શેયર કરી શકે છે. ત્યારે હવે વોટસએપ તમને ડબલ સિક્યોરિટી આપવાની તૈયારી કરી રહ્યું છે.

મેટાની સોશિયલ મીડિયા એપ્લિકેશન પર એકાઉન્ટ લોગઈન માટે ઈમેઈલ વેરિફિકેશનનું ઓપ્શન પણ મળશે. અત્યાર સુધી તમે માત્ર ફોન નંબરથી જ લોગઈન કરી શકતા હતા પણ હવે આવનારા સમયમમાં આ પ્રોસેસ બદલાઈ જશે. ઈમેઈલ વેરિફિકેશનની સાથે યુઝર્સને વોટસએપ ચલાવવાનો વધુ એક ઓપ્શન મળી જશે.

વોટસએપના આગામી ફિચર્સ અને અપડેટ પર નજર રાખતા WABetaInfoની રિપોર્ટ મુજબ નવા ફિચરને બીટા અપડેટ પર રિલિઝ કરવામાં આવ્યા છે. વોટસએપના એન્ડ્રોઈડ 2.23.24.10 અપડેટ વર્ઝન પર યુઝર વેરિફિકેશન માટે ઈમેઈલ એડ્રેસને સેકેન્ડરી ઓપ્શન તરીકે જોડવામાં આવ્યો છે. હાલમાં આ ફિચર વોટસએપના બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

શું ફોન નંબર નહીં આવે કામમાં?

2.23.24.9 અને 2.23.24.8 વર્ઝન પર કામ કરી રહેલા લોકોને પણ નવી પ્રોસેસથી લોગઈન કરવાની તક મળી રહી છે. ઈમેઈલ વેરિફિકેશન ફિચર વિશે થોડી વસ્તુઓ જાણી લેવી જરૂરી છે. સૌથી પહેલા વોટસએપ ચલાવવા માટે ઈમેઈલ માત્ર એક બીજો ઓપ્શન છે. તેનો મતલબ એ નથી કે તે ફોનનંબરની જગ્યા લઈ લેશે. ફોન નંબર પણ ડિફોલ્ટ વેરિફિકેશન ઓપ્શન તરીકે રહેશે.

પ્રાઈવસી અને સિક્યોરિટી વધશે

ઈમેઈલ વેરિફિકેશનના ઓપ્શનલ ફિચર હોવાના કારણે તમે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશો. પ્રાઈવસી અને સિક્યોરિટી માટે તમે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો વોટસએપમાં ફોન નંબરના ઉપયોગથી અસહજ રહે છે. ત્યારે લોકો ઈમેઈલ વેરિફિકેશનો ઉપયોગ કરીને યુઝર એક્સપિરિયન્સ સારો બનાવી શકે છે.

આ રીતે મળશે ઈમેઈલ વેરિફિકેશનનો ઓપ્શન

જો તમે વોટસએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ઈમેઈલ વેરિફિકેશન ફિચરને શોધી શકો છો. તેના માટે તમારે વોટસએપના સેટિંગ પર જવુ પડશે. ત્યારબાદ એકાઉન્ટ ઓપ્શન પર જાવ અને ઈમેઈલ એડ્રેસ ચેક કરો. જો ઈમેઈલ એડ્રેસ ઓપ્શન નજર આવે છે તો તમે ઈમેઈલ એડ કરીને વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article