WhatsApp New Feature : હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

Tv9 Web Desk8

|

Updated on: Aug 15, 2021 | 4:37 PM

WhatsApp પર સ્ટેટસ ફીચર ટૂંક સમયમાં અપડેટ થવા જઈ રહ્યું છે. આ અપડેટ પછી, યુઝર્સ ફક્ત પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરીને સ્ટેટસ જોઈ શકશે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ જેવું હશે. આવો જાણીએ કે આ ફીચર કેવી રીતે કાર્ય કરશે.

WhatsApp New Feature : હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે
WhatsApp New Feature

Follow us on

WhatsApp તેના યુઝર્સના એક્સપીરીયન્સને સુધારવા માટે સમય સમય પર ફીચર્સ (Features) અપડેટ કરતી રહે છે. ફરી એકવાર કંપની આ કરવા જઈ રહી છે. મોટાભાગના યુઝર્સ (Users) દરરોજ તેમના વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેમના દૈનિક જીવન સાથે જોડાયેલી ઘટનાઓ તેમના મિત્રો સાથે શેર કરે છે. ટૂંક સમયમાં તેમાં એક નવું અપડેટ મળી શકે છે.

હવે યુઝર્સના કોન્ટેક્ટ લીસ્ટમાં કોન્ટેક્ટની પ્રોફાઇલ પિક્ચર પર ગ્રીન રીંગ બનેલી હશે, જેના પર ટેપ કરી યુઝર્સ (Users) ડાયરેક્ટ સ્ટેટસ જોઈ શકશે. અત્યાર સુધી સ્ટેટસ પર જઈને તેને અલગથી જોઈ શકાતું હતું. જોકે, કંપની દ્વારા આ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ રીતે કરશે કામ

વોટ્સએપના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખતી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, સ્ટેટસ ફીચર (Features) અપડેટ થયા બાદ જો કોઇ યુઝર પોતાનું સ્ટેટસ અપલોડ કરશે તો તેના પ્રોફાઇલ પિક્ચર પર ગ્રીન રીંગ બનાવવામાં આવશે, જે બતાવશે કે આ યુઝર્સે સ્ટેટસ અપડેટ કર્યુ છે. આ સુવિધા બીટા વર્ઝન 2.21.17.5 માં ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે હાલમાં આ ફીચરનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે અને કંપની ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ જેવુ હશે ફીચર

આ ફીચર (Features) ઇન્સ્ટાગ્રામ જેવું હશે. જેમાં ચેટ્સમાં પ્રોફાઇલ પર રિંગ હોય છે અને તેના પર ટેપ કરીને યૂઝર્સ (Users) અન્ય યુઝર્સની સ્ટોરી જોઈ શકે છે, તેવી જ રીતે વોટ્સએપનુ આ ફીચર કામ કરશે. કંપનીએ આ સ્ટેટસ ફીચર વર્ષ 2017 માં લોન્ચ કર્યું હતું, જે અપડેટ કરવામાં આવી રહ્યુ છે.

IOS થી Android પર ચેટ્સ ટ્રાન્સફર થશે

WhatsApp એ તાજેતરમાં તેના મોસ્ટ અવેટેડ ફીચરની જાહેરાત કરી છે, જેમાં યુઝર્સ સરળતાથી તેમની IOS ચેટ્સને એન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરી શકશે. અત્યાર સુધી, જો તમે આઇફોનથી એન્ડ્રોઇડ ફોન પર સ્વિચ કરતા હતા, તો ચેટ્સ ટ્રાન્સફર કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપ્સનો આશરો લેવો પડતો હતો. આ સિવાય, ઘણી અન્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતુ હતું, પરંતુ હવે વોટ્સએપ તેના યુઝર્સને આ ફીચર્સ આપવા જઈ રહ્યું છે.

WhatsApp એ સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં તેની જાહેરાત કરી છે. જે પછી સૌ પ્રથમ સેમસંગ યુઝર્સ તેમના આઇફોનની ચેટ સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. આ ઇવેન્ટમાં લોન્ચ થયેલા સેમસંગના ફોલ્ડેબલ ફોનમાંથી તેની શરૂઆત થશે.

કંપનીએ તેની જાહેરાતમાં કહ્યું કે જો તમે મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને સ્વિચ કરવા માંગો છો, તો વોટ્સએપ તમારી વોઇસ નોટ્સ સહિત સમગ્ર ચેટ્સને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકશે. આ ફીચરનો હેતુ એ છે કે યુઝર્સ તેમની પસંદગીની ઓપરેટિંગ સિસ્ટમમાં ચેટ સાથે સરળતાથી સ્વિચ કરી શકે છે.

આ પણ વાંચો : Twitter Blue Tick: ‘બ્લુ ટીક’ની રાહ જોતા યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, જોવી પડશે રાહ

આ પણ વાંચો : WhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati