Whatsappએ 23 લાખથી વધારે એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ

|

Sep 02, 2022 | 8:53 PM

જો તમે જુલાઈમાં સામે આવેલા આંકડા જોયા છે તો ચાલો હવે તમને જૂનના આંકડા પણ જણાવીએ. યાદ અપાવી દઈએ કે, જૂનમાં 20 લાખથી વધુ ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા.

Whatsappએ 23 લાખથી વધારે એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ
Image Credit source: TV9 GFX

Follow us on

WhatsApp BAN: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે (Whatsapp) આ વર્ષે જુલાઈમાં 23 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, આ વિશે માહિતી આપતા કંપનીએ કહ્યું કે આ પ્લેટફોર્મને વપરાશકર્તાઓ માટે સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2022ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપનીએ 23,87,000 એકાઉન્ટ બ્લોક કર્યા છે. વોટ્સએપનું કહેવું છે કે યુઝર્સની ફરિયાદ બાદ આમાંથી 14,16,000 એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

જૂનના આંકડા શું હતા?

જો તમે જુલાઈમાં સામે આવેલા આંકડા જોયા છે તો ચાલો હવે તમને જૂનના આંકડા પણ જણાવીએ. યાદ અપાવી દઈએ કે, જૂનમાં 20 લાખથી વધુ ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા.

શા માટે છે પ્રતિબંધ, જુઓ કંપનીનો જવાબ

વોટ્સએપનું કહેવું છે કે યુઝર્સ તરફથી મળેલી ફરિયાદના આધારે જ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આનો અર્થ એ છે કે કંપની કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ ધારકને ડાયરેક્ટ પ્રતિબંધની સૂચના મોકલતી નથી. WhatsAppનું કહેવું છે કે કેટલાક એકાઉન્ટ્સે પ્લેટફોર્મ પર દુરુપયોગની સમસ્યાઓની જાણ કરી છે, તમને જણાવી દઈએ કે WhatsApp પર કોઈપણ પ્રકારની ક્રિયાઓ તમને અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવા, કોઈ ખોટો ફોટો-વીડિયો મોકલવા વગેરે માટે મુશ્કેલીમાં મૂકી શકે છે. મતલબ કે આ એકાઉન્ટ્સને WhatsApp સેવાની શરતો અને ભારતના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

WhatsApp એકાઉન્ટની જાણ કેવી રીતે કરવી

જો તમે પણ અન્ય કોઈ વોટ્સએપ યુઝરના કોઈ ખોટા કામથી પરેશાન છો તો તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત wa@support.whatsapp.com પર એક ઈમેઈલ મોકલવાનો છે અને આ ઈમેઈલમાં તમે જે સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તેનો ઉલ્લેખ કરવો પડશે.

તમારી વાત સાબિત કરવા માટે ઈમેઈલ મોકલવાની સાથે તમારે પુરાવા તરીકે સ્ક્રીનશૉટ્સ પણ જોડવા જોઈએ, જેથી કંપની માટે આવા કોઈપણ એકાઉન્ટ સામે પગલાં લેવાનું સરળ બને. આ સિવાય તમે આવા વ્યક્તિને બ્લોક કરતાની સાથે જ તમને વોટ્સએપ પર રિપોર્ટ કરવાનો વિકલ્પ મળશે. આ પછી તમારે સામેની વ્યક્તિ સાથે ચેટના 5 સંદેશ મોકલવાના રહેશે, જેમ કે તમે આવા એકાઉન્ટ વિશે જાણ કરો છો, વોટ્સએપને યુઝર આઈડી સહિત અન્ય માહિતીનો ઍક્સેસ મળી જાય છે.

Next Article