AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટ્સએપ યુઝર્સ માટે મહત્વની જાણકારી, હવે ચેટ બેકઅપ લેવામાં થશે મુશ્કેલી ! જાણો કારણ

સૌની લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દ્વારા ચેટ બેકઅપ સંબંધિત સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર એ એન્ડ્રોઇડ યુઝર્સને અસર કરશે જેઓ Google ડ્રાઇવ પર બેકઅપ સ્ટોર કરે છે. ગૂગલે હવે વોટ્સએપ યુઝર્સના ચેટ હિસ્ટ્રી બેકઅપને લિમિટેડ ક્લાઉડમાં ગણવાનું નક્કી કર્યું છે અને આ ફેરફારની સીધી અસર એન્ડ્રોઇડ યુઝર્સના અનુભવ પર પડશે. 

વોટ્સએપ યુઝર્સ માટે મહત્વની જાણકારી, હવે ચેટ બેકઅપ લેવામાં થશે મુશ્કેલી ! જાણો કારણ
| Updated on: Nov 16, 2023 | 5:50 PM
Share

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના ક્લાઉડ પર ચેટ બેકઅપ લેવું અત્યાર સુધી યુઝર્સ માટે ખૂબ જ સરળ હતું, પરંતુ હવે એક મોટા ફેરફારથી યુઝર્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. વર્ષ 2018 માં, વોટ્સએપએ Google સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં યુઝર્સને તેમના વોટ્સએપ ચેટ બેકઅપ માટે Google ડ્રાઇવ સ્ટોરેજ સિવાય અમર્યાદિત સ્ટોરેજ આપવામાં આવશે.

હવે આ કરાર સમાપ્ત થઈ ગયો છે અને ચેટ બેકઅપ લિમિટેડ ક્લાઉડ સ્ટોરેજનો એક ભાગ બની જશે. ગૂગલે હવે વોટ્સએપ યુઝર્સના ચેટ હિસ્ટ્રી બેકઅપને લિમિટેડ ક્લાઉડમાં ગણવાનું નક્કી કર્યું છે અને આ ફેરફારની સીધી અસર એન્ડ્રોઇડ યુઝર્સના અનુભવ પર પડશે.

ચેટ બેકઅપની સાઇઝ વધારે ન રાખવી

હવે WhatsApp ચેટ બેકઅપ Gmail વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ 15GB ક્લાઉડ સ્ટોરેજ મર્યાદાનો ભાગ હશે. આ ફેરફારને કારણે યુઝર્સે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમના ચેટ બેકઅપની સાઇઝ વધારે ન હોય. અત્યાર સુધી યુઝર્સે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

15GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ જેમાં ચેટ્સનો પણ સમાવેશ

નવા ફેરફારની જાહેરાત કરતા ગૂગલે જણાવ્યુ હતું કે, “હવે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેટ બેકઅપનો અનુભવ અન્ય ચેટીંગ પ્લેટફોર્મની જેમ જ હશે. ગૂગલ યુઝર્સને આપવામાં આવતા 15GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજના ભાગ રૂપે હવે ચેટ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. જો કે, ગૂગલે કહ્યું છે કે તે WhatsApp સાથે મળીને ભવિષ્યમાં યુઝર્સને સુરક્ષિત ક્લાઉડ બેકઅપ આપવામાં આવશે.

IOS યુઝર્સને નહીં થશે અસર

જો તમે iPhone યુઝર છો, તો Google દ્વારા કરવામાં આવેલા આ ફેરફારની તમારા પર કોઈ અસર નહીં થાય કારણ કે iOS પર WhatsApp ક્લાઉડ બેકઅપ Google Driveમાં સેવ નથી. iPhone યુઝર્સને iCloud સ્ટોરેજ પર ચેટ બેકઅપ સેવ કરવાનો વિકલ્પ મળે છે. આ વપરાશકર્તાઓને ફક્ત મર્યાદિત સ્ટોરેજમાં ચેટ બેકઅપ લેવાનો વિકલ્પ પણ મળે છે અને તેમના માટે કંઈ બદલાયું નથી.

આ પણ વાંચો : ડાર્ક વેબના કાળા કારનામાને ખુલ્લુ પાડશે ગુગલનું નવું ફિચર કે જે તમારે જાણવું જરૂરી છે, ડેટા લીક સામે મળશે સુરક્ષા !

ક્યારે જોવા મળશે આ પરિવર્તન ?

ક્લાઉડ બેકઅપ સંબંધિત ફેરફારો ધીમે ધીમે વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવશે. તે સૌપ્રથમ બીટા વપરાશકર્તાઓને અસર કરશે અને ધીમે ધીમે આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ યુઝર્સને એપ સેટિંગ્સમાં એલર્ટ મોકલીને આ બદલાવ વિશે જાણ કરવામાં આવશે. પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સને આ ફેરફાર વિશે તેના અમલીકરણના 30 દિવસ પહેલા જાણ કરવામાં આવશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">