ડાર્ક વેબના કાળા કારનામાને ખુલ્લુ પાડશે ગુગલનું નવું ફિચર કે જે તમારે જાણવું જરૂરી છે, ડેટા લીક સામે મળશે સુરક્ષા !
ગુગલનું આ ફિચર શાનદાર છે કે જેના પરથી માહિતિ મળી રહે છે કે તમારો ડેટા ડાર્ક વેબ પર કઈ રીતે પહોંચ્યો તે દર્શાવે છે. ગુગલ વન યુઝર્સને ડાર્ક વેબ પર ડેટા લીક થયો છે કે નહીં તે વિશે માત્ર માહિતી જ નથી આપતું પણ તે માહિતી પણ આપે છે કે કઈ મોબાઈલ એપ ડાર્ક વેબ પર તમારો ડેટા લીક કરી રહી છે.

જે લોકો ટેકનોલોજી સાથે સંકળાયેલા ઓછે અને જેમને થોડું પણ આ સંદર્ભનું નોલેજ છે તેમને ખ્યાલ જ હશે કે ડાર્ક વેબ શું છે અને તેની અસર કેવી પડે છે. પણ શું તમને એ ખબર છે કે તમારો પોતાનો ડેટા પણ ડાર્ક વેબ પર હોઈ શકે છે, અમે તેમને બતાવીશું કે ગુગલ વન ના એ ફિચર વિશે કે જેના માધ્યમથી તમે જાણી શકશો કે ડાર્ક વેબ પર તમારો ડેટા લીક થયો છે કે નહી
ગુગલનું આ ફિચર શાનદાર છે કે જેના પરથી માહિતિ મળી રહે છે કે તમારો ડેટા ડાર્ક વેબ પર કઈ રીતે પહોંચ્યો તે દર્શાવે છે. ગુગલ વન યુઝર્સને ડાર્ક વેબ પર ડેટા લીક થયો છે કે નહીં તે વિશે માત્ર માહિતી જ નથી આપતું પણ તે માહિતી પણ આપે છે કે કઈ મોબાઈલ એપ ડાર્ક વેબ પર તમારો ડેટા લીક કરી રહી છે. આ અંગે તમારે વધારે વિગતો જોઈતી હોય તો તે જાણવા માટે અમુક ઈઝી સ્ટેપને ફોલો કરવા પડશે
સૌથી પહેલા તમારે એન્ડ્રોઈડ ફોનના સેટિંગમાં જઈને સેટિંગ્સમાં તમારે ગૂગલ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. ગુગલ પર ક્લિક કરો છો, ત્યારે તમને નેક્સ્ટ સ્ટેપમાં તમારૂ ગુગલ એકાઉન્ટ લખેલું દેખાશે. આ માટે આ ઓપ્શન પર ટેપ કરવું જરૂરી છે.
મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર ટેપ કર્યા પછી, નેક્સ્ટ સ્ટેપમાં સુરક્ષા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. સિક્યુરિટી પર ક્લિક કર્યા પછી તમારે થોડું નીચે સ્ક્રોલ કરવું પડશે, અહીં તમને લખેલું જોવા મળશે, જુઓ તમારું ઈમેલ આઈડી ડાર્ક વેબ પર છે કે નહીં?

આની નીચે તમને રન સ્કેન વિથ ગુગલ વન વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ટેપ કરતાની સાથે જ તમે મોબાઇલ બ્રાઉઝર દ્વારા નવા પેજ પર પહોંચી જશો. અહીં તમને સ્કેન કરવાનો વિકલ્પ મળશે, સ્કેન કર્યા પછી તમારે વિવ્યુ રિઝલ્ટ્સ પર ક્લિક કરવાનું રહેશે. પરિણામો મળ્યા પછી, તમે જોશો કે તે કઈ એપ્સ છે અને આ એપ્સે ક્યારે ડાર્ક વેબ પર તમારો ડેટા લીક કર્યો છે.
આ એડવાન્સ ફિચરના માધ્યમથી તમને પોંહચતુ ટેકનિકલ નુક્શાન બચી શકે છે અથવા તો તેને ભરપાઈ કરી શકશો. ગુગલના આ ફિચરને લઈને ઘણા ટેકનોસેવી નથી એવા સામાન્ય લોકોને પણ તેની મદદ મળી શકશે.
