Technology: શું છે Web 3.0 ? તેના આવવાથી શું બદલશે ? જાણો સરળ ભાષામાં

|

Dec 25, 2021 | 2:27 PM

Web 3.0 Explained: Web 3.0 વિશે છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચા ચાલી રહી છે. Web 3.0 કેવી રીતે ઈન્ટરનેટને બદલી નાખશે અથવા આ આઈડિયા ફ્લોપ જશે ? અહીં જાણો શું છે તેની હકીકત.

Technology: શું છે Web 3.0 ? તેના આવવાથી શું બદલશે ? જાણો સરળ ભાષામાં
Web 3.0 (Symbolic Image)

Follow us on

Web 3.0 ને સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે web 2.0 અને web 1.0 શું છે ? ત્યારે web 1.0 થી સમજવાની શરૂઆત કરીએ. (World Wide Web) વર્લ્ડ વાઈડ વેબ એટલે કે WWWની શરૂઆત 1989માં થઈ હતી. તે સમયનું ઇન્ટરનેટ આજના ઇન્ટરનેટ કરતાં ઘણું અલગ હતું. કારણ કે ત્યારે માત્ર ટેક્સ્ટ ફોર્મેટમાં જ માહિતી મળતી હતી. આ પછી વેબ 2.0 આવ્યું.

વેબ 2.0 એટલે કે હાલનું ઈન્ટરનેટ એક રીતે નિયંત્રિત છે અને વિકેન્દ્રિત નથી. ઈન્ટરનેટ પર મોટાભાગે તમે ગૂગલ દ્વારા સર્ચ કરો છે અને Google ખાનગી કંપની છે. આ કંપનીઓ પાસે યુઝર્સનો ડેટા છે અને તેના કારણે તેમની પાસે વધુ પાવર છે.

Web 3.0 શું છે ? 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Web 3 ને તમે નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ માની શકો છો. 2014 માં Web 3 ની ચર્ચા શરૂ થઈ. હકીકતમાં ઈથીરિયમને કો-ફાઉન્ટર ગેવિન વૂડએ 2014 માં Web 3 નો કનસેપ્ટ રાખ્યો. Web 3 માં એ બધું હશે જે હાલ તમે યુઝ કરી રહ્યા છો પરંતુ આ બધુ બ્લોકચેન આધારિત હશે.

એક ઉદાહરણ લઈ સમજીએ, કલ્પના કરો કે જો ગૂગલ કામ કરવાનું બંધ કરી દે તો તમે શું કરશો ? જોકે ગૂગલ એક પ્રાઈવેટ કંપની છે અને ગૂગલ તેની સર્વિસમાં સમસ્યા આવે અથવા ડાઉન થઈ જાય. ગૂગલ હેક થઈ જાય તો પણ સર્વિસ ડાઉન થશે. પરંતુ Web 3 માં એવું નહીં હોય કારણ કે Web 3 નો કન્સેપ્ટ ઈન્ટરનેટને ડીસેન્ટ્રલાઈઝ કરવાનો છે જેવી રીતે ક્રિપ્ટોકરન્સી છે. ત્યારે વેબ 3 બ્લોકચેન પર આધારિત હશે.

Web 3.0 આવવાથી શું બદલશે ?

Web 3.0 આવવાથી તમારી પાસે વધુ પાવર હશે, તમારૂ કન્ટેન્ટ તમારૂ જ હશે અને તેના બદલે તમને ટોકન મળશે. જેમાં તમે તમારૂ કન્ટેન્ટ ગમે તે પ્લેટફોર્મ પર પોસ્ટ કરો. તે કન્ટેન્ટ પર રાઈટ તમારી પાસે રહેશે જ્યારે હાલ એવું નથી.

ઉદાહરણ તરીકે તમે ફેસબુક અથવા યૂટ્યૂબ પર કોઈ કન્ટેન્ટ શેર કર્યું તો એક રીતે તે તેમનું થઈ જાય છે અને તેઓ તમારા કન્ટેન્ટને પોતાની રીતે ઉપયોગ કરી શકે છે. Web 3.0 માં એવું નહીં હોય. અહીં કોઈ કંપની એવું નક્કી નહીં કરી શકે કે તમારૂ કન્ટેન્ટ હટાવામાં આવશે કે રાખવામાં આવશે. ઘણી વખત સોશિયલ મીડિયા પર તમારા કન્ટેન્ટ હટાવામાં આવતા હોય છે અથવા એવું પણ બનતું હોય છે કે કોઈ કન્ટેન્ટ પોસ્ટ જ ન કરી શકો.

Web 3.0 માં ડેટા પર હશે યુઝરનો કન્ટ્રોલ ?

Web 3.0 માં લોકો પોતાના ડેટા ખુદ કંટ્રોલ કરશે. કારણ કે અહીં Web 2.0 ની જેમ ડેટા કોઈ કંપની પાસે નહીં હોય. જે રીતે બ્લોકચેન ટેક્નોલોજીમાં ક્રિપ્ટોકરન્સીનો હિસાબ કોઈ એક કંપની પાસે ન રહેતા એ લોકો પાસે રહે છે જે આ બ્લોકચેન નેટવર્કમાં હોય છે. એટલે કે એ લોકો જે ક્રિપ્ટોકરન્સી રાખે છે.

Web 3.0 માં પણ બ્લોકચેનની જેમ જ ડેટા કોઈ પણ સેન્ટ્રલ સર્વર પર ન રાહેતા દરેક યુઝરના ડિવાઈસમાં હશે. જોકે, આ એન્ક્રિપ્ટેડ હશે, એટલા માટે કોઈ પણ એ જાણી નહીં શકે કે યુઝર ડેટા ક્યાં છે. એટલે એમ કહીં શકાય કે હાલ જે રીતે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટમાં અમુક કંપનીઓની મોનોપોલી છે તે નહીં રહે.

 

આ પણ વાંચો: Success Story: સોનીપતથી ગુજરાતમાં ટ્રાન્સફર થતાં નોકરી છોડી, ખેતી અપનાવી નોકરી કરતા મેળવી ચાર ગણી આવક

આ પણ વાંચો: Technology: વર્ષ 2021માં Twitter એ રજૂ કર્યા આ અદ્ભુત ફીચર્સ, જાણો શું છે ખાસિયત

Next Article