Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: શું છે ડેટા વાઈપર સાયબર અટેક જેનાથી યુક્રેનની વેબસાઈટ્સ થઈ ક્રેશ અને રશિયા પર લાગ્યો આરોપ

What is Hermetic Wiper malware: યુક્રેનમાં તાજેતરમાં ઘણા સાયબર હુમલા થયા છે. તેના દ્વારા બેંક અને યુક્રેન સરકારની 50થી વધુ વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી. યુક્રેન અને અમેરિકાએ આ સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. જાણો કેટલો ખતરનાક છે આ હુમલો.

Tech News: શું છે ડેટા વાઈપર સાયબર અટેક જેનાથી યુક્રેનની વેબસાઈટ્સ થઈ ક્રેશ અને રશિયા પર લાગ્યો આરોપ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:55 AM

યુક્રેન અને રશિયા (Russia Ukraine War)વચ્ચે 24 કલાકથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ યુદ્ધ પહેલા યુક્રેનમાં તાજેતરમાં ઘણા સાયબર હુમલા (Cyber attacks in Ukraine)થયા છે. આ હુમલાઓને કારણે બુધવારે યુક્રેનની બેંક અને સરકારી વિભાગની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. આના એક અઠવાડિયા પહેલા જ યુક્રેન(Ukraine) સરકારની 50 વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. યુક્રેન અને અમેરિકા (America)એ આ સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. સાયબર સિક્યોરિટી કંપની ESETએ આ મામલે તપાસ કરી છે. કંપનીના નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનની વેબસાઈટ પર ડેટા વાઈપર માલવેર (Data Wiper Malware)દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

વાઇપર એટેક શું છે અને તે માલવેરથી કેવી રીતે અલગ છે?

TOIના રિપોર્ટ અનુસાર, વાઇપર માલવેર એટેકને હર્મેટિક વાઇપર (Hermetic Wiper)પણ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનો સાયબર એટેક છે. આ હુમલામાં, સિસ્ટમનો સંપૂર્ણ ડેટા કાયમ માટે નષ્ટ થઈ શકે છે. ડેટા વાઇપર માલવેર અન્ય હુમલાઓ કરતા તદ્દન અલગ છે. એકવાર વાઇપર એટેકમાં ડેટા ડિલીટ થઈ જાય તે પછી તેને ફરીથી રિકવર કરી શકાતો નથી કારણ કે તે સિસ્ટમમાં હાજર તમામ માહિતીને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. સાયબર સિક્યોરિટી કંપની ESET અનુસાર, આ પ્રકારના એટેક દ્વારા હેકર્સ સર્વરને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે.

2 મહિનાની તૈયારી બાદ સાયબર એટેક થયો

કંપનીનું કહેવું છે કે યુક્રેનમાં તાજેતરમાં સાયબર એટેક થયો છે. હર્મેટિક વાઇપર માલવેર યુક્રેનમાં સેંકડો કમ્પ્યુટર્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ પછી DDoS હુમલો થયો (Distributed denial-of-service). કંપનીનું માનવું છે કે યુક્રેનમાં સાયબર હુમલાની તૈયારીમાં લગભગ બે મહિના લાગ્યા હશે.

Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસમાં એ વાત સામે આવી છે કે સાયબર હુમલા દરમિયાન ડેટા વાઇપિંગ સોફ્ટવેર(Data-Wiping Software)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે યુક્રેનમાં સેંકડો કમ્પ્યુટર્સ પર પહોંચાડવામાં આવ્યું હતો. પરિણામે બેંકો અને સરકારી વેબસાઈટોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જોકે યુક્રેનમાં આ નુકસાનને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

6 દેશોના સાયબર એક્સપર્ટ યુક્રેન પહોંચ્યા

ધ પ્રિન્ટના અહેવાલ મુજબ યુક્રેન ટેક્નોલોજીના મામલે પણ ગંભીર ખતરાઓનો સામનો કરી રહ્યું છે હવે જો બીજો સાયબર હુમલો થાય તો ઘણું બધું તબાહ થઈ શકે છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષાના નામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. યુક્રેનને મદદ કરવા માટે, 6 EU દેશો (લિથુઆનિયા, નેધરલેન્ડ, એસ્ટોનિયા, પોલેન્ડ, રોમાનિયા અને ક્રોએશિયા)એ તેમના સાયબર નિષ્ણાતો મોકલ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે યુક્રેનને મદદની ખાતરી આપી છે.

આ પણ વાંચો: PM Kisan: 48 લાખ ખેડૂતોને હજુ સુધી નથી મળ્યા 10માં હપ્તાના પૈસા, eKYC માટે છે આ લાસ્ટ ડેટ

આ પણ વાંચો: Russia Ukraine War Live Updates in Gujarati: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા ગયેલું AI જહાજ પરત ફર્યું, યુક્રેનમાં 23 બેઝ પર રશિયન હુમલો ચાલુ

g clip-path="url(#clip0_868_265)">