FASTag એકાઉન્ટને બંધ કરવા માંગો છો ? જાણો સમગ્ર પ્રોસેસ

|

Jan 05, 2022 | 3:46 PM

જો તમે તમારું વાહન વેચી દીધું હોય અને તેના પેપરવર્ક બીજા કોઈના નામે ટ્રાન્સફર કર્યા હોય, તો તમારે તમારા જૂના FASTagને તરત જ નિષ્ક્રિય/બંધ કરવું પડશે.

FASTag એકાઉન્ટને બંધ કરવા માંગો છો ? જાણો સમગ્ર પ્રોસેસ
Know how to close FASTag account

Follow us on

જો તમે તમારી કાર વેચી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે તમારું FASTag એકાઉન્ટ પણ બંધ કરવું જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરવામાં આવેલી નવી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ તમને તમારા પ્રીપેડ અથવા સેવિંગ્સ એકાઉન્ટમાંથી (Savings Account) સીધા જ ટોલ પેમેન્ટ કરવાની મંજૂરી આપવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) નો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ છે કે તમારે ચુકવણી કરવા માટે તમારી ગાડીની વિન્ડોને નીચે કરવાની પણ જરૂર નથી. બસ તેને યોગ્ય સ્થાને લઈ જાઓ અને મશીન તમને જવા દેશે. FASTag અધિકૃત ઇશ્યૂઅર અથવા સહભાગી બેંકો પાસેથી મેળવી શકાય છે. જ્યારે તમે તમારી જુની કાર વેચો છો તો FASTag હટાવવું જરૂરી છે તો આવો જાણીએ FASTag એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું?

જો તમે તમારું વાહન વેચી દીધું હોય અને તેના પેપરવર્ક બીજા કોઈના નામે ટ્રાન્સફર કર્યા હોય, તો તમારે તમારા જૂના FASTagને તરત જ નિષ્ક્રિય/બંધ કરવું પડશે. નહિંતર, તે વ્યક્તિ તમારા FASTag નો લાભ લઈ શકે છે અને ચુકવણી કરી શકે છે જે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. ઉપરાંત, જ્યાં સુધી તમે તમારું FASTag એકાઉન્ટ બંધ નહીં કરો, તમારી કારનો નવો માલિક તેના FASTag એકાઉન્ટ માટે નોંધણી કરાવી શકશે નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એવા ઘણા સર્વિસ પ્રોવાઇડર છે જેમની પાસે FASTags જાહેર કરવાની સત્તા છે અને તે બધા પાસે FASTag સાથે જોડાયેલા એકાઉન્ટને નિષ્ક્રિય કરવા અથવા બંધ કરવા માટેની અલગ અલગ પ્રક્રિયાઓ છે. જો તમે આ તમામ સર્વિસ પ્રોવાઇડરને લાગુ પડતી ઝડપી પદ્ધતિ શોધી રહ્યા છો, તો તમે તમારા પ્રદાતાની ગ્રાહક સહાય ટીમનો સંપર્ક કરી શકો છો અને વિનંતી કરી શકો છો.

આ ઉપરાંત, એક હેલ્પલાઇન નંબર 1033 પણ છે જે FASTag સંબંધિત કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

 FASTag એકાઉન્ટ બંધ કરવા માટેની પ્રક્રિયા

1 NHAI (IHMCL) – ગ્રાહક સપોર્ટ નંબર 1033 પર કૉલ કરો અને તમને બંધ/નિષ્ક્રિયકરણ પ્રક્રિયા વિશે જાણ કરવામાં આવશે.
2 ICICI બેંક – 18002100104 નંબર પર કૉલ કરો અને તેમને બંધ/નિષ્ક્રિય કરવા માટે તમને માર્ગદર્શન આપવા માટે કહો.
3 PayTM – 18001204210 પર કૉલ કરો અથવા Paytm એપમાં લૉગ ઇન કરો અને 24 x 7 હેલ્પ ડેસ્ક વિભાગ પર જાઓ. સમસ્યાનો પ્રકાર પસંદ કરો અને તમારી સમસ્યા જણાવો.
4 એક્સિસ બેંક – 18004198585 પર કૉલ કરો અથવા તમારા રજીસ્ટર્ડ ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને etc.management@axisbank.com પર ઈમેલ મોકલો.
5 HDFC બેંક – 18001201243 પર કૉલ કરો અથવા તમારા ઓળખપત્રો સાથે FASTag પોર્ટલમાં લૉગ ઇન કરો, સર્વિસ રિક્વેસ્ટ વિકલ્પ પસંદ કરો અને જનરેટ સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરો. પછી બંધ કરવાની વિનંતી પસંદ કરો.
6 એરટેલ પેમેન્ટ્સ બેંક- FASTag એકાઉન્ટને બ્લોક કરવા માટે કસ્ટમર કેર નંબર 8800688006 પર કૉલ કરો.

આ પણ વાંચો –

લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો

આ પણ વાંચો –

TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

Next Article