FASTag એકાઉન્ટને બંધ કરવા માંગો છો ? જાણો સમગ્ર પ્રોસેસ

જો તમે તમારું વાહન વેચી દીધું હોય અને તેના પેપરવર્ક બીજા કોઈના નામે ટ્રાન્સફર કર્યા હોય, તો તમારે તમારા જૂના FASTagને તરત જ નિષ્ક્રિય/બંધ કરવું પડશે.

FASTag એકાઉન્ટને બંધ કરવા માંગો છો ? જાણો સમગ્ર પ્રોસેસ
Know how to close FASTag account
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 3:46 PM

જો તમે તમારી કાર વેચી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે તમારું FASTag એકાઉન્ટ પણ બંધ કરવું જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરવામાં આવેલી નવી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ તમને તમારા પ્રીપેડ અથવા સેવિંગ્સ એકાઉન્ટમાંથી (Savings Account) સીધા જ ટોલ પેમેન્ટ કરવાની મંજૂરી આપવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) નો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ છે કે તમારે ચુકવણી કરવા માટે તમારી ગાડીની વિન્ડોને નીચે કરવાની પણ જરૂર નથી. બસ તેને યોગ્ય સ્થાને લઈ જાઓ અને મશીન તમને જવા દેશે. FASTag અધિકૃત ઇશ્યૂઅર અથવા સહભાગી બેંકો પાસેથી મેળવી શકાય છે. જ્યારે તમે તમારી જુની કાર વેચો છો તો FASTag હટાવવું જરૂરી છે તો આવો જાણીએ FASTag એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું?

જો તમે તમારું વાહન વેચી દીધું હોય અને તેના પેપરવર્ક બીજા કોઈના નામે ટ્રાન્સફર કર્યા હોય, તો તમારે તમારા જૂના FASTagને તરત જ નિષ્ક્રિય/બંધ કરવું પડશે. નહિંતર, તે વ્યક્તિ તમારા FASTag નો લાભ લઈ શકે છે અને ચુકવણી કરી શકે છે જે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. ઉપરાંત, જ્યાં સુધી તમે તમારું FASTag એકાઉન્ટ બંધ નહીં કરો, તમારી કારનો નવો માલિક તેના FASTag એકાઉન્ટ માટે નોંધણી કરાવી શકશે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એવા ઘણા સર્વિસ પ્રોવાઇડર છે જેમની પાસે FASTags જાહેર કરવાની સત્તા છે અને તે બધા પાસે FASTag સાથે જોડાયેલા એકાઉન્ટને નિષ્ક્રિય કરવા અથવા બંધ કરવા માટેની અલગ અલગ પ્રક્રિયાઓ છે. જો તમે આ તમામ સર્વિસ પ્રોવાઇડરને લાગુ પડતી ઝડપી પદ્ધતિ શોધી રહ્યા છો, તો તમે તમારા પ્રદાતાની ગ્રાહક સહાય ટીમનો સંપર્ક કરી શકો છો અને વિનંતી કરી શકો છો.

આ ઉપરાંત, એક હેલ્પલાઇન નંબર 1033 પણ છે જે FASTag સંબંધિત કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

 FASTag એકાઉન્ટ બંધ કરવા માટેની પ્રક્રિયા

1 NHAI (IHMCL) – ગ્રાહક સપોર્ટ નંબર 1033 પર કૉલ કરો અને તમને બંધ/નિષ્ક્રિયકરણ પ્રક્રિયા વિશે જાણ કરવામાં આવશે. 2 ICICI બેંક – 18002100104 નંબર પર કૉલ કરો અને તેમને બંધ/નિષ્ક્રિય કરવા માટે તમને માર્ગદર્શન આપવા માટે કહો. 3 PayTM – 18001204210 પર કૉલ કરો અથવા Paytm એપમાં લૉગ ઇન કરો અને 24 x 7 હેલ્પ ડેસ્ક વિભાગ પર જાઓ. સમસ્યાનો પ્રકાર પસંદ કરો અને તમારી સમસ્યા જણાવો. 4 એક્સિસ બેંક – 18004198585 પર કૉલ કરો અથવા તમારા રજીસ્ટર્ડ ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને etc.management@axisbank.com પર ઈમેલ મોકલો. 5 HDFC બેંક – 18001201243 પર કૉલ કરો અથવા તમારા ઓળખપત્રો સાથે FASTag પોર્ટલમાં લૉગ ઇન કરો, સર્વિસ રિક્વેસ્ટ વિકલ્પ પસંદ કરો અને જનરેટ સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરો. પછી બંધ કરવાની વિનંતી પસંદ કરો. 6 એરટેલ પેમેન્ટ્સ બેંક- FASTag એકાઉન્ટને બ્લોક કરવા માટે કસ્ટમર કેર નંબર 8800688006 પર કૉલ કરો.

આ પણ વાંચો –

લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો

આ પણ વાંચો –

TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">