Twitter માં સર્જાઈ ખામી, વિશ્વભરમાં વપરાશકારો હેરાન પરેશાન
ટ્વીટર યુઝર્સ કહે છે કે પહેલાથી જ લોગ ઈન કરેલું એકાઉન્ટ ઓટોમેટિક બંધ થઈ ગયું છે, પછી લોગઈન કર્યા પછી પણ તે ખુલી રહ્યું નથી. મેસેજના રૂપમાં રિફ્રેશ અથવા લોગ આઉટ કરવાનો વિકલ્પ દર્શાવવામાં આવે છે, પરંતુ તેને ફોલો કર્યા પછી પણ ટ્વીટર એકાઉન્ટ ખુલતું નથી.

Twitter Down: યુએસએમાં અનેક વપરાશકર્તાઓએ ટ્વિટર આજે કામ ન કરતું હોવા અંગે ફરિયાદ કરી છે. લગભગ વિશ્વના તમામ દેશોમાં ટ્વીટરમાં તકલીફ હોવાનું સામે આવ્યું છે. ભારતમાં પણ ટ્વિટર યોગ્ય રીતે કામ કરતું નથી. કેટલાક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી હતી કે તેમના ટ્વિટર નોટિફિકેશન કામ કરી રહ્યાં નથી. ભારતમાં આજે વહેલી સવારે ટ્વિટર ડાઉન હતું. ટ્વિટરના ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે, ટ્વિટર આજે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. લૉગિન આઈડી કર્યા પછી ટ્વિટર ખુલતું જ નથી. આવી સમસ્યાથી ત્રસ્ત કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.
ટ્વીટરમાં કેવી છે સમસ્યા
ભારતમાં ટ્વીટરના યુઝર્સને લોગ ઇન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વીટર યુઝર્સ કહે છે કે પહેલાથી જ લોગ ઈન કરેલું એકાઉન્ટ ઓટોમેટિક બંધ થઈ ગયું છે, પછી લોગઈન કર્યા પછી પણ તે ખુલી રહ્યું નથી. મેસેજના રૂપમાં રિફ્રેશ અથવા લોગ આઉટ કરવાનો વિકલ્પ દર્શાવવામાં આવે છે, પરંતુ તેને ફોલો કર્યા પછી પણ ટ્વીટર એકાઉન્ટ ખુલતું નથી. ફરીથી એનો એ જ મેસેજ સ્ક્રીન પર આવી રહ્યો છે.
Twitter ના તો એપ્લીકેશન પર ખુલી રહ્યું છે કે ના તો કમ્પ્યુટર પર. ટ્વીટર ID લોગ ઇન કરવા પર – ‘Something went wrong, but don’t fret — it’s not your fault. Let’s try again.” એવો લખેલ સંદેશ જ વાંચવા મળે છે.

Twitter crash
રિફ્રેશ કરવા છતા સમસ્યા યથાવત
ટ્વિટર પર લૉગિન કરવા સમયે આવતી સમસ્યાના ઉકેલ સ્વરૂપે વારંવાર રિફ્રેશ કરવાનું કહે છે. પરંતુ રિફ્રેશ કરવા છતા પણ ટ્વીટર એકાઉન્ટ ખુલતું નથી. લગભગ એક કલાકથી આ ઘટના બની રહી છે. ન તો લોગ આઉટ કરવાથી કે ન તો રિફ્રેશ કરવાથી ટ્વીટર એકાઉન્ટ ખુલતું નથી.
એલોન મસ્ક વિવાદમાં
ઘણા વિવાદો પછી, એલોન મસ્કે થોડા મહિના પહેલા ટ્વિટર ખરીદ્યું હતું. જે બાદ ટ્વિટર પર હોબાળો મચી ગયો છે. એલોન મસ્કે ટ્વીટર પર કબજો કર્યા બાદ અનેક કર્મચારીઓની મોટા પાયે છટણી કરવામાં આવી છે. મસ્ક અને ટ્વીટર સતત વિવાદોમાં ફસાયેલા છે. એલોન મસ્કે ટ્વિટર ખરીદયા પછી ત્રણ વખત ટ્વિટર ડાઉન થઈ ચૂક્યું છે.