Gujarati NewsTechnologyTwitter ceo and top officials have declined to appear before the parliamentary committee on it that had summoned
ટ્વિટરના CEO એ મોદી સરકારને ‘ડિંગો બતાવ્યો’, ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી
લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું હતું. આ સમિતિએ તેમની પાસે સોશ્યિલ મીડિયા પર લોકોના હિતોની રક્ષા કેવી રીતે કરવી જેના અંગે વાતચીત કરવા માંગતા હતા. […]
લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું હતું. આ સમિતિએ તેમની પાસે સોશ્યિલ મીડિયા પર લોકોના હિતોની રક્ષા કેવી રીતે કરવી જેના અંગે વાતચીત કરવા માંગતા હતા. જેના માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
જેના પર ટ્વિટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, સમિતિ તરફથી જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઓછો છે. જેના પર કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, આ અંગે સરકાર કોઈ પણ નિર્ણય લેશે નહીં. જે પણ કરશે તે સરકાર કરશે. સંસદીય સમિતિ સામે રજુ ન થવાના મામલે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે રાજ્યસભાના ચેરમેન અને લોકસભાના સ્પીકર નક્કી કરશે. સરકાર તેમાં કોઈ પણ નિર્ણય લઈ શકશે નહીં.
Twitter CEO and top officials have declined to appear before the parliamentary committee on IT that had summoned them over the issue of safeguarding citizens' rights on social media platforms. pic.twitter.com/A8GhwMiVQI
આ અંગે જે સંસદીય સમિતિની સામે રજુ થવાનું હતું તેના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે, સમિતિએ માઇક્રો બ્લોગિંગ સાઈટના જવાબ પર ગંભીરતાથી વિચાર કરશે. જેના પર હવે 11 ફેબ્રુઆરીના સોમવારે ચર્ચા થશે અને આગળના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.
જો કે સમગ્ર ઘટનાની શરૂઆત ટ્વિટર ઈન્ડિયા પર એવો આરોપ લાગી રહ્યો છે કે, તેઓ એક ખાસ રાજકીય વિચોરો સાથે સંકળાયેલા લોકોની સાથે ભેદભાવ કરી રહ્યું છે. જે એક ચોક્કસ એજન્ડાની હેઠળ કામ કરી રહ્યું છે. જેના માટે ગત રવિવારે યૂથ ફોર સોશ્યિલ ડેમોક્રેસી નામના સંગઠને ટ્વિટર ઈન્ડિયાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેના આરોપો પછી સંસદની ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી સ્ટેન્ડિંગ સમિતિએ ટ્વિટરને એક નોટિસ આપી હતી અને તેમને 11 ફેબ્રુઆરીના હાજર રહેવા માટેનો આદેશ આપ્યો હતો.