TV Screen Cleaning : ટીવીની સ્ક્રીન સાફ કરતી વખતે આ ભૂલ ન કરો, તમારી નાની ભૂલ સ્ક્રીન બગાડી શકે છે

|

Apr 25, 2024 | 8:06 AM

શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ ટીવી સ્ક્રીનને બગાડી શકે છે? આજે અમે તમને આવી જ ત્રણ ભૂલો વિશે માહિતી આપીશું જે લોકો વારંવાર કરે છે અને પછી તેમને સ્ક્રીન રિપેર કરાવવી પડે છે. એકવાર સ્ક્રીન બગડશે તો મોટો ખર્ચો આવશે તે નક્કી છે. જો તમે આ ખર્ચથી બચવા માંગતા હો, તો ચાલો જાણીએ કે કઈ ભૂલો ટાળવી જોઈએ?

TV Screen Cleaning : ટીવીની સ્ક્રીન સાફ કરતી વખતે આ ભૂલ ન કરો, તમારી નાની ભૂલ સ્ક્રીન બગાડી શકે છે
TV Screen Cleaning

Follow us on

સામાન્ય ટીવી હોય કે સ્માર્ટ ટીવી, સ્ક્રીન પર ધૂળ અને ફિંગરપ્રિન્ટ્સ હોવી તે સામાન્ય બાબત છે. જો તમે ઘરના ઉપકરણોની જેમ ટીવી સ્ક્રીન સાફ કરો છો, તો તમારું ટીવી બગડી શકે છે. ટીવીમાં લગાવેલી સ્ક્રીન એકદમ નાજુક હોય છે, જેના કારણે તેને સાફ કરતાં પહેલા કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે.

આજે અમે તમને એવી ત્રણ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે કરતા હોય છે જેના કારણે સ્ક્રીન ખરાબ થઈ જાય છે.

Smart TV Tips : આ વસ્તુઓથી સ્ક્રીનને સાફ ન કરો

LED, LCD અને OLED ડિસ્પ્લે સાથે આવતા ટીવી મોડલ્સમાં સેન્સિટિવ સ્ક્રીન હોય છે. જેના કારણે સ્ક્રીન પર નિશાન સરળતાથી દેખાઈ શકે છે. ઘણા લોકો સ્ક્રીન સાફ કરવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે, પરંતુ આમ કરવાથી સ્ક્રીનને નુકસાન થાય છે. તેથી જ ટીવી સ્ક્રીનને માત્ર માઇક્રોફાઇબર કાપડથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

LED TV Tips : સ્ક્રીનને ઘસતી વખતે સાવચેત રહો

ટીવી સ્ક્રીન નાજુક હોય છે, તેથી જ્યારે પણ તમે સ્ક્રીનને સાફ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે સ્ક્રીનને દબાણ કે બળ લગાવ્યા વગર સાફ કરવાની છે. સ્ક્રીનને હળવા હાથે સાફ કરો, નહીંતર સ્ક્રીનને નુકસાન થઈ શકે છે.

Android TV Tips : ક્લિનિંગ સોલ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઘણા લોકો એવું વિચારે છે કે કાચ પર ડાયરેક્ટ ક્લિનિંગ સોલ્યુશન લગાવીને જે રીતે સાફ કરવામાં આવે છે તેવી જ રીતે ટીવી સ્ક્રીનને પણ સાફ કરવી જોઈએ. પરંતુ એવું નથી. જો તમે ક્લિનિંગ સોલ્યુશનને સીધું જ સ્ક્રીન પર લગાવો છો તો સ્ક્રીનને નુકસાન થઈ શકે છે અને સ્ક્રીન પર કાળા નિશાન દેખાઈ શકે છે. સૌપ્રથમ ક્લિનિંગ સોલ્યુશનને માઈક્રોફાઈબર કાપડ પર સ્પ્રે કરો અને પછી સ્ક્રીનને હળવા હાથે સાફ કરો.

આ તરફ પણ ધ્યાન આપો

ઘરમાં ભેજ એ નવી વાત નથી, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણ પણ હોતી નથી અને આ ભેજ ટીવી સ્ક્રીનને થોડાં સમયમાં બગાડે છે. તમે પૂછશો કે કેવી રીતે? ભીનાશને કારણે ભેજ આવે છે અને ભેજને કારણે સ્ક્રીનને નુકસાન થાય છે.

Published On - 8:05 am, Thu, 25 April 24

Next Article