Truecaller બંધ કરવા જઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગની સુવિધા, જાણો શું છે કારણ ??

|

Apr 23, 2022 | 11:39 PM

એન્ડ્રોઇડ યુઝર્સને વધુ પ્રાઇવસી પ્રદાન કરવા અને વૈશ્વિક સ્તરે કૉલ રેકોર્ડિંગ કાયદાનું પાલન કરવા માટે ગૂગલે (Google) પોતાની પ્લે સ્ટોર પોલિસીમાં આ ફેરફાર કર્યો છે.

Truecaller બંધ કરવા જઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગની સુવિધા, જાણો શું છે કારણ ??
True caller Call Recording Feature (File Photo)

Follow us on

તાજેતરમાં, Truecaller એ જાહેરાત કરી છે કે તે હવે આગામી તા. 11 મેથી તેની કોલ રેકોર્ડિંગ (Call Recording) સુવિધા ઓફર કરશે નહીં. ગૂગલની જાહેરાત બાદ તરત જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં, ટેક જાયન્ટ ગૂગલે (Google) તેની પ્લે સ્ટોર નીતિને અપડેટ કરી છે, જે અંતર્ગત, 11 મેથી ઍક્સેસિબિલિટી API માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, પ્રી-ઇન્સ્ટોલ કરેલ ફર્સ્ટ પાર્ટી ડાયલર એપ્સ અને Google ડાયલર હજુ પણ યુઝર્સને ચોક્કસ પ્રદેશોમાં ફોન કોલ્સ રેકોર્ડ કરવાની મંજૂરી આપશે.

સંભવ છે કે Google એ Android યુઝર્સને વધુ પ્રાઇવસી પ્રદાન કરવા અને વૈશ્વિક સ્તરે કૉલ રેકોર્ડિંગ કાયદાઓનું પાલન કરવા માટે આ ફેરફાર લાવ્યો છે. Truecallerએ જણાવ્યું હતું કે, “ગુગલ ડેવલપર પ્રોગ્રામની અપડેટ કરેલી નીતિ પ્રમાણે, અમે હવે કૉલ રેકોર્ડિંગ ઑફર કરવામાં સક્ષમ નથી. આ તે Devicesને અસર કરશે નહીં કે જે ડિવાઇસ પર પહેલેથી જ કૉલ રેકોર્ડિંગ બિલ્ટ-ઇન છે. ગ્રાહકોની ભારે માગના આધારે અમે તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે કોલ રેકોર્ડિંગ રજૂ કર્યું છે.”

Googleની નવી કૉલ રેકોર્ડિંગ નીતિ શું છે ?

ઍક્સેસિબિલિટી APIનો ઉપયોગ Android પર ઍક્સેસિબિલિટી સમસ્યાઓમાં યુઝર્સને સહાય કરવા માટે રચાયેલ એપ્લિકેશન્સ દ્વારા પણ કરવામાં આવે છે. ગુગલ પ્લે સ્ટોર પોલિસીમાં ફેરફાર એ એન્ડ્રોઇડ હેન્ડસેટને અસર કરશે નહીં કે જેમાં કોલ રેકોર્ડિંગ બિલ્ટ-ઇન છે. વધુમાં, સ્માર્ટફોન કે જે પ્રી-ઇન્સ્ટોલ કરેલ Google ડાયલર સાથે આવે છે તે હજુ પણ ફોન કોલ્સ રેકોર્ડ કરી શકશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોટાભાગના યુઝર્સ કોલ રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરે છે, જેના કારણે તેઓ હેકિંગ અથવા ડેટા ચોકીંગનો શિકાર પણ બને છે.

ગૂગલ ઘણા વર્ષોથી કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે, કારણ કે કંપની માને છે કે તે યુઝર્સની પ્રાઇવસીનો નાશ કરે છે. આ કારણોસર, Googleની પોતાની ડાયલર એપ્લિકેશન પર કૉલ રેકોર્ડિંગ સુવિધા ‘આ કૉલ હવે રેકોર્ડ કરવામાં આવી રહી છે’ની ચેતવણી સાથે આવે છે, જે રેકોર્ડિંગ શરૂ થાય તે પહેલાં બંને પાર્ટી દ્વારા સાંભળવામાં આવે છે.

ગૂગલ આ એપ્સને 11 મેથી પ્લે સ્ટોર પરથી બ્લોક કરી દેશે

ગૂગલે એ પણ સ્પષ્ટ કર્યું કે નવો ફેરફાર ફક્ત થર્ડ-પાર્ટી એપ્સને અસર કરશે. આનો અર્થ એ છે કે Google ડાયલર પર કૉલ રેકોર્ડિંગ તમારા ડિવાઇસ અથવા પ્રદેશ પર ઉપલબ્ધ હોવા છતાં પણ કાર્ય કરશે. તે એવું પણ સૂચવે છે કે કૉલ રેકોર્ડિંગ સુવિધા સાથે કોઈપણ પ્રીલોડેડ ડાયલર એપ પણ કામ કરશે.

માત્ર Google Play સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી એપ જ દૂર કરવામાં આવશે. તેથી, કોઈપણ એપ્લિકેશન જે યુઝર્સને કૉલ રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે તે 11 મેના રોજ પ્લે સ્ટોર પર બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો – Tech Tips: મેસેજ પર આવેલો ન્યૂડ ફોટો જાતે જ થઈ જશે બ્લર, સ્માર્ટફોનમાં મળશે આ ખાસ ફિચર

Next Article