Laptop Slow Speed : લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન, આ પાંચ સરળ ટિપ્સ વડે વધારો ઝડપ

|

May 04, 2022 | 8:45 AM

અમે તમારા માટે કેટલીક ટિપ્સ (Tips) લાવ્યા છીએ, જેને અનુસરીને તમે તમારા લેપટોપની સ્પીડ વધારી શકો છો. આનાથી તમે નિર્ધારિત સમયમાં કોઈપણ અવરોધ વિના તમારું કામ કરી શકશો અને ઓછી સ્પીડને કારણે બિનજરૂરી રાહ જોવાની ઝંઝટ પણ સમાપ્ત થઈ જશે.

Laptop Slow Speed : લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન, આ પાંચ સરળ ટિપ્સ વડે વધારો ઝડપ
Laptop Slow Speed
Image Credit source: File Photo

Follow us on

લેપટોપની સ્પીડ (Slow Speed) ધીમી હોવાને કારણે, તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ કંટાળાજનક અનુભવ છે. ત્યારે કામ દરમિયાન લેપટોપ (Laptop) ધીમું થવાને કારણે, પ્રોડક્ટિવિટી પર પણ નકારાત્મક અસર પડે છે. યુઝર્સ માટે આપેલા સમયમાં તેમનું કામ પૂરું કરવું પણ ઘણું મુશ્કેલ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે લેપટોપની સ્પીડ કેમ ધીમી થઈ જાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો ?. અમે તમારા માટે કેટલીક ટિપ્સ (Tips) લાવ્યા છીએ, જેને અનુસરીને તમે તમારા લેપટોપની સ્પીડ વધારી શકો છો. આનાથી તમે નિર્ધારિત સમયમાં કોઈપણ અવરોધ વિના તમારું કામ કરી શકશો અને ઓછી સ્પીડને કારણે બિનજરૂરી રાહ જોવાની ઝંઝટ પણ સમાપ્ત થઈ જશે.

ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ પ્રોગ્રામ્સ બંધ કરો

જ્યારે આપણે લેપટોપ પર કામ કરીએ છીએ, ત્યારે ઘણા પ્રોગ્રામ ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડમાં ચાલતા હોય છે. આમાંના મોટાભાગના તે સમયે કોઈ કામના નથી. એટલા માટે યુઝર્સે તેને બંધ કરી દેવું જોઈએ કારણ કે તે લેપટોપની સ્પીડને ઘણી અસર કરે છે. વપરાશકર્તાઓ Ctrl + Shift + Esc દ્વારા વિન્ડોઝ ટાસ્ક મેનેજર પર આ પ્રોગ્રામ્સ જોઈ શકે છે અને તે પ્રોગ્રામ્સને બંધ કરી શકે છે જેનો કોઈ ઉપયોગ નથી.

બિનજરૂરી બ્રાઉઝર ટેબ્સ બંધ કરો

જો તમે બ્રાઉઝર પર ઘણું કામ કરો છો, તો ઘણી ટેબ એક સાથે ખુલે છે. જ્યારે બ્રાઉઝરમાં વધુ ટેબ ઓપન હોય ત્યારે લેપટોપની રેમ અને પ્રોસેસર પર ઘણો ભાર પડે છે. જેના કારણે લેપટોપની સ્પીડ ધીમી થઈ જાય છે. તેથી, જે ટેબનો કોઈ ઉપયોગ નથી તે તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લેપટોપ રિસ્ટાર્ટ કરો

એકવાર લેપટોપ રીસ્ટાર્ટ થયા બાદ લેપટોપની સ્પીડ ઝડપી બની જાય છે. રિસ્ટાર્ટ કરવાથી ટેંપરરી કેશે સાફ થાય છે અને તમારા લેપટોપને ફ્રેશ સ્ટાર્ટ મળે છે. પરંતુ કેટલાક પ્રોગ્રામ જ્યારે વિન્ડોઝ શરૂ થાય ત્યારે કામ કરવાનું શરૂ કરે છે, યુઝર્સે તેની ખાસ કાળજી લેવી જોઈએ.

સ્ટાર્ટઅપ એપ્સ પર નજર રાખો

લેપટોપનો ઉપયોગ કરતી વખતે સ્ટાર્ટઅપ એપ્સ ડેવલપ થઈ જાય છે. આનાથી માત્ર લેપટોપની સ્પીડમાં જ ફરક નથી પડતો પરંતુ પરફોર્મન્સનું સ્તર પણ ઘટે છે. સામાન્ય રીતે આ એપ્સ યુઝર્સને ખબર હોતી નથી. લેપટોપ પર Ctrl + Shift + Esc ની મદદથી, તમે ટાસ્ક મેનેજર પર ‘સ્ટાર્ટઅપ’ ટેબ પર જઈને તેમને તપાસી શકો છો.

બિનજરૂરી પ્રોગ્રામ્સ અનઇન્સ્ટોલ કરો

લેપટોપની સ્પીડ વધારવાની આ સૌથી સરળ અને અસરકારક રીત છે. જો તમારા લેપટોપમાં એવા કેટલાક પ્રોગ્રામ્સ છે જેનો તમે ઉપયોગ કરતા નથી, તો તમે તેને અનઇન્સ્ટોલ કરવા વિશે વિચારી શકો છો. આ પ્રોગ્રામ્સમાં ગેમ્સ અથવા વર્ક સંબંધિત પ્રોગ્રામ પણ હોઈ શકે છે.

Next Article