ગજબ! Teslaને પછાડવાનો Toyota નો પ્લાન, જાણો સૂર્યપ્રકાશથી ચાર્જ થતી આ કારની ખાસિયત

તમને જણાવી દઈએ કે કંપની 2025 સુધીમાં 15 ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે, જેમાં 7 " bZ" સિરીઝનાં મોડેલોનો સમાવેશ છે.

ગજબ! Teslaને પછાડવાનો Toyota નો પ્લાન, જાણો સૂર્યપ્રકાશથી ચાર્જ થતી આ કારની ખાસિયત
Toyota Bz4x Electric Suv

જાપાનીઝ કાર ઉત્પાદક કંપનીની આગામી 2025 સુધી ઇલેક્ટ્રિક વાહિકલ બનાવતી કંપની બનાવવા માંગે છે. કંપની દ્વારા 2025 સુધી 15 ઇલેક્ટ્રિક વિહીકલ્સ લોંચિંગ પ્લાનિંગની યોજના છે. આ શ્રેણીમાં કંપનીનીએ તેની પહેલી ઇલેક્ટ્રિક એસયુવીની રજૂ કરી છે, જેનું નામ bZ4X છે. કંપનીની આ ઇલેક્ટ્રિક એસયુવીને “e-TNGA” પ્લેટફોર્મ તૈયાર કરી છે અને તે 2021 શંઘાઇ ઓટો શો દરમિયાન સમયગાળાની સોમવારે રજૂ કરવામાં આવી છે.

કંપનીના e-TNGA પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો તે ટોયોટાએ ખાસ ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટે તૈયાર કર્યું છે. તેની સહાયથી ઓછા સમયમાં ઇલેક્ટ્રિક કાર્સનું પ્રોડક્શન થઈ જાય છે. આની સૌથી મોટી વિશેષતા છે કે આ પ્લેટફોર્મ અલગ-અલગ સાઇઝના વાહનોમાં પણ ઉપયોગમાં લેવાય છે.

Toyota bZ4X કારની ખાસીયત

આ એસયુવીને કંપનીએ ફેમસ કાર Rav-4 જેમ ડિઝાઇન કરેલી છે અને તેને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ એસયુવી ઘણી આશ્ચર્યજનક સુવિધાઓથી સજ્જ છે અને સામાન્ય સ્ટીઅરિંગ વ્હીલને બદલે, તેમાં એક વિશિષ્ટ યોક આપવામાં આવ્યું છે. આ સિવાય એક વિશેષ સિસ્ટમ આપવામાં આવી છે જે સોલાર પાવરથી આ કારની બેટરી ચાર્જ કરી લે છે. કંપની જાપાન અને ચીનમાં bZ4X એક્સનું ઉત્પાદન કરવાની અને 2022 ના દાયકાના મધ્ય સુધીમાં તેને વિશ્વવ્યાપી વેચવાની યોજના બનાવી રહી છે.

તમને એકવાર ફરીથી જણાવી દઈએ કે કંપની 2025 સુધીમાં 15 ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે, જેમાં 7 ” bZ” સિરીઝનાં મોડેલોનો સમાવેશ છે. આમાં, ” bZ” શ્રેણીનો અર્થ થાય છે બિયોન્ડ ઝિરોએટલે કે એવા વાહનો જે શૂન્ય ઉત્સર્જન ધરાવે છે. કંપનીની bZ4X ઇલેક્ટ્રિક એસયુવી ” bZ” શ્રેણીની પ્રથમ કાર હશે.

ટોયોટા ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેસ્લા વાહનોને કડક સ્પર્ધા આપવાની યોજના બનાવી રહી છે. આ સાથે ફોક્સવેગન પર પણ નજર રાખી રહી છે. જો આપણે ઇલેક્ટ્રિક વાહનો વિશે વાત કરીએ, તો ઘણી કંપની બજારોમાં ઉપલબ્ધ થયા પછી પણ ટેસ્લા ટોચ પર છે. આવી સ્થિતિમાં, ટોયોટા આ બજારને કબજે કરવાની યોજના સાથે નવું વાહન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

 

આ પણ વાંચો: આ રાજ્ય સરકારનો જોરદાર પ્લાન, સરકારી કર્મચારીઓને મળશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી

આ પણ વાંચો: કોરોનામાં સામાન્ય માણસની સહાય માટે ભારતીય સેના સજ્જ, સામાન્ય માણસો માટે ખોલાશે સૈન્ય હોસ્પિટલ