કોરોનામાં સામાન્ય માણસની સહાય માટે ભારતીય સેના સજ્જ, સામાન્ય માણસો માટે ખોલાશે સૈન્ય હોસ્પિટલ

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેના પ્રમુખ સાથે વાત કરી છે. તેમજ સૈન્ય હોસ્પિટલોને સામાન્ય માણસ માટે પણ ખોલવા માટે કહ્યું છે.

કોરોનામાં સામાન્ય માણસની સહાય માટે ભારતીય સેના સજ્જ, સામાન્ય માણસો માટે ખોલાશે સૈન્ય હોસ્પિટલ
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati

|

Apr 20, 2021 | 12:50 PM

કોરોનાને દૂર કરવા માટે હવે સેનાની મદદ લેવામાં આવશે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાને સામાન્ય લોકો માટે તબીબી સુવિધા ખોલવા જણાવ્યું છે. આ સાથે રાજનાથ સિંહે રાજ્યોમાં હાજર સેનાના ઉચ્ચ કમાન્ડરને તેમના રાજ્યના મુખ્ય પ્રધાનનો સંપર્ક કરવા અને જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી છે.

સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, “સંરક્ષણ પ્રધાને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે સાથે વાત કરી અને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવા અને રાજ્યની રાજધાનીઓમાં ઉપસ્થિત ઉપરી કમાન્ડરને તમામ સંભવિત સહાય પ્રદાન કરવા સૂચના આપી.” સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન અને આર્મી ચીફ સ્ટાફ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન રક્ષા સચિવ અજય કુમાર પણ હાજર હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની પહેલથી દેશના કન્ટેન્ટમેંટ ક્ષેત્રમાં સ્થિત સૈન્યની હોસ્પિટલો સામાન્ય નાગરિકની સારવાર માટે શરૂ થશે. આ સાથે સેના કન્ટેન્ટમેંટ ઝોનની બહાર પણ તબીબી સુવિધા આપશે. ડીઆરડીઓએ પહેલેથી જ દિલ્હીમાં 250 બેડની હોસ્પિટલ શરૂ કરી છે, જે વધારીને 500 કરવામાં આવશે.

ડીઆરડીઓ લખનઉમાં બે કોવિડ હોસ્પિટલો પણ સ્થાપિત કરી રહ્યું છે. ડીઆરડીઓએ કહ્યું હતું કે, ‘આપણી હોસ્પિટલો પૂરતી નહીં રહે, આને ધ્યાનમાં રાખીને લશ્કરી તબીબી સુવિધાઓથી દરેક સંભવિત મદદની યોજના કરવામાં આવી રહી છે. સૈન્ય હોસ્પિટલો સશસ્ત્ર દળના જવાનો અને પરિવારો માટે હોય છે, પરંતુ આ અભૂતપૂર્વ મુશીબતના સમયમાં સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવશે.

કોરોનાની પ્રથમ તરંગ દરમિયાન, ડીઆરડીઓએ 1000 બેડની કાયમી હોસ્પિટલ શરૂ કરી હતી, જે ફેબ્રુઆરીમાં બંધ થઈ ગઈ હતી. હવે ફરી એકવાર કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તેમાંથી 250 પથારીની હોસ્પિટલ શરૂ થઈ છે. બધા પલંગ ઓક્સિજનથી સજ્જ છે અને મોટી સંખ્યામાં વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: વેક્સિનેશનને વેગ આપવા મોદી સરકારનું એડીચોટીનું જોર, વિદેશી વેક્સિન પર લેશે આ મોટા નિર્ણય!

આ પણ વાંચો: મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર થયા કોરોના સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati