WhatsAppના જુના ફોન્ટથી કંટાળી ગયા છો? આ રીતે બનાવો ચેટિંગને વધુ ઈન્ટરેસ્ટીંગ

|

Aug 21, 2021 | 7:14 PM

ફોન્ટ સ્ટાઈલ અને એપના બેકગ્રાઉન્ડમાં બદલાવ કરી શકો છો. તેમાં તમે ટેક્સ્ટને ઈટાલિક અને બોલ્ડ પણ કરી શકો છો. સાથે જ જો તમે ટેક્સ્ટને હાઈલાઇટ કરવા માંગો છો તો સ્ટ્રાઈકથ્રૂને પણ એપ્લાય કરી શકો છો.

WhatsAppના જુના ફોન્ટથી કંટાળી ગયા છો? આ રીતે બનાવો ચેટિંગને વધુ ઈન્ટરેસ્ટીંગ

Follow us on

મેસેજીંગ એપની જો વાત કરીએ તો વોટ્સએપ (WhatsApp) સૌથી પોપ્યુલર એપ છે, તેનો ઉપયોગ મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ કરે છે. વોટ્સએપ આમ તો પહેલાથી જ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર લાવતુ રહે છે. પરંતુ એપમાં કેટલાક ફિચર્સ એવા પણ છે. જેમાં કોઈ બદલાવ કરવામાં આવતો નથી.

 

જેમ કે એપ જ્યારથી લોન્ચ થઈ છે, ત્યારથી તેમાં એક જ ફોન્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ જો તમે આ ફોન્ટને જોઈ જોઈને કંટાળી ગયા છો તો અમે તમારા માટે એવી કેટલીક ટ્રીક્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે એપમાં આપેલા જુના ફોન્ટને બદલી શકો છો અને ચેટિંગને વધુ મજેદાર બનાવી શકો છો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

તમે એપના ફોન્ટ સ્ટાઈલ અને એપના બેકગ્રાઉન્ડમાં બદલાવ કરી શકો છો. તેમાં તમે ટેક્સ્ટને ઈટાલિક અને બોલ્ડ પણ કરી શકો છો. સાથે જ જો તમે ટેક્સ્ટને હાઈલાઈટ કરવા માંગો છો તો સ્ટ્રાઈકથ્રૂને પણ એપ્લાય કરી શકો છો. તો ચાલો જાણીએ તમે આને કેવી રીતે એપ્લાય કરી શકો છો.

 

ટેક્સ્ટને ઈટાલિક કઈ રીતે બનાવવા?

જો તમે તમારા ટેક્સ્ટને ઈટાલિક કરવા માંગો છો તો તેના માટે તમારે શરૂઆત અને અંતમાં અંડરસ્કોર સાઈન લગાવવું પડશે. દાત. _TEST_

 

ટેક્સ્ટને બોલ્ડ કઈ રીતે કરવા?

જો તમે ચેટિંગ દરમિયાન ટેક્સ્ટને બોલ્ડ કરવા માંગો છો તો ટેક્સ્ટના શરૂઆત અને અંતમાં સ્ટાર લગાવો. દાત. *TEST*

 

ટેક્સ્ટને આ રીતે કરો સ્ટ્રાઈક થ્રૂ

જો તમે તમારા મેસેજમાં સ્ટ્રાઈક થ્રૂ કરવા માંગો છો તો તમારે તમારા ટેક્સ્ટના બંને સાઈડમાં એક ટિલ્ડ લગાવવુ પડશે. દાત. ~TEST~

 

જો તમે ચેટને વધુ મજેદાર બનાવવા માંગતા હોવ તો તેના માટે અલગ અલગ વોલપેપરને પણ એપ્લાય કરી શકો છો. તેના માટે તમે જે પણ ચેટમાં કસ્ટમ બેકગ્રાઉન્ડ લગાવવા માંગતા હોવ તેને ઓપન કરો. હવે જમણી બાજુ ઉપરની સાઈડ ત્રણ ડોટ્સ જોવા મળશે, તેના પર પ્રેસ કરો અને પછી વોલપેપર સિલેક્ટ કરો. ત્યારબાદ તમે બ્રાઈટ, ડાર્ક, સોલિડ કલર્સ અને માઈ ફોટોઝ ઓપ્શનમાં જઈને પસંદગીના ફોટોને પણ બેકગ્રાઉન્ડમાં સેટ કરી શકો છો.

 

આ પણ વાંચો – Headingley : શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગલીમાં કમાલ કરી શકશે ? જાણો આ મેદાન પર ભારતનો હાર-જીતનો રેકોર્ડ

 

આ પણ વાંચો – ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

 

આ પણ વાંચો –  Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું – તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા

Next Article