Alert: તમારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ કંટ્રોલ કરી શકે છે આ માલવેર, જાણો કેવી રીતે બચવું

આપણે વારંવાર આવા અહેવાલો સાંભળતા રહીએ છીએ જેમાં કહેવામાં આવ્યું છે કે નવા માલવેર (Malware)યુઝર્સના ડિવાઈસને કેવી રીતે પ્રભાવિત કરી અને તેમની અંગત વિગતો મેળવી રહ્યા છે.

Alert: તમારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ કંટ્રોલ કરી શકે છે આ માલવેર, જાણો કેવી રીતે બચવું
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:45 AM

આ દિવસોમાં માલવેર એટેક (Malware Attack)ના કિસ્સાઓ એકદમ સામાન્ય બની ગયા છે. આપણે વારંવાર આવા અહેવાલો સાંભળતા રહીએ છીએ જેમાં કહેવામાં આવ્યું છે કે નવા માલવેર (Malware)યુઝર્સના ડિવાઈસને કેવી રીતે પ્રભાવિત કરી અને તેમની અંગત વિગતો મેળવી રહ્યા છે. હવે, અહેવાલોએ અન્ય માલવેર શોધી કાઢ્યું છે જે Microsoft Store પર માન્ય એપ્લિકેશન તરીકે પોતાને કન્વર્ટ કરી તમારા ડિવાઈસ પર છૂપાઈને ડિવાઈસને અસર કરે છે. પરંતુ આ માલવેરમાં કંઈક અલગ છે.

વપરાશકર્તાઓની અંગત વિગતો ચોરવાને બદલે, આ નવો માલવેર વપરાશકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિયંત્રણ મેળવે છે. સિક્યોરિટી રિસર્ચ ફર્મ ચેક પોઈન્ટ રિસર્ચ (CPR) એ તેના નવા રિપોર્ટમાં ‘ઈલેક્ટ્રોન બોટ’ તરીકે ડબ કરાયેલા નવા માલવેરની વિગતો આપી છે જે ફેસબુક, ગૂગલ, સાઉન્ડક્લાઉડ અને યુટ્યુબ સહિતના યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિયંત્રણ મેળવી શકે છે.

સિક્યોરિટી રિસર્ચ ફર્મે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટના ઓફિશિયલ સ્ટોર દ્વારા સક્રિય રીતે ડિલિવરી કરવામાં આવતા નવા માલવેરની અસર 5,000થી વધુ મશીનો પર થઈ ચૂકી છે. માલવેર સતત કમાન્ડ ચલાવે છે, જેમ કે Facebook, Google અને SoundCloud પર સોશિયલ મીડિયા એકાઉન્ટને નિયંત્રિત કરવા. કંપનીએ તેના રિપોર્ટમાં લખ્યું છે કે માલવેર નવા એકાઉન્ટ્સ રજીસ્ટર કરી શકે છે, લોગ ઇન કરી શકે છે, કોમેન્ટ કરી શકે છે અને અન્ય પોસ્ટને ‘લાઇક’ કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇલેક્ટ્રોન બોટ માલવેર શું છે?

જેમ કે રિપોર્ટ જણાવે છે કે ઇલેક્ટ્રોન બોટ એ મોડ્યુલર એસઇઓ પોઈઝનિંગ માલવેર છે જેનો ઉપયોગ સોશિયલ મીડિયા પ્રચાર અને ક્લિક સ્કેમ માટે થાય છે. તે મોટાભાગની રમતો સાથે માઇક્રોસોફ્ટ સ્ટોર પરથી ડિલીવર કરવામાં આવે છે. અટૈકર આ ગેમ્સ અપલોડ કરે છે.

CPR કહે છે કે ઈલેક્ટ્રોન બોટ માલવેરની ટ્રાન્ઝિશન ચેઈન માઈક્રોસોફ્ટ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલ એપ્લિકેશન સેટઅપથી શરૂ થાય છે. જ્યારે વપરાશકર્તા માઈક્રોસોફ્ટ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ગેમ લોન્ચ કરે છે, ત્યારે અટૈકરના સર્વરમાંથી બેકગ્રાઉન્ડમાં JavaScript ડ્રોપર લોડ થાય છે, જે માલવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરે છે અને સ્ટાર્ટઅપ ફોલ્ડર પર ઘણા પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ કરે છે.

માલવેરથી તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવું

આ માલવેરનો શિકાર ન થવાનો એક શ્રેષ્ઠ રસ્તો એ છે કે બિનજરૂરી એપ્સના ડાઉનલોડને ઓછું કરવું. તેથી સારી અને ભરોસાપાત્ર રિવ્યું એપ્સ શોધો અને શંકાસ્પદ એપ્લિકેશનના નામ પર ધ્યાન આપો જે મૂળ એપ્લિકેશન નામ જેવું નથી.

જો તમે આ માલવેરનો ભોગ બન્યા છો, તો જાણો અસરગ્રસ્ત ડિવાઈસને ક્લિયર કરવા માટે તમે શું કરી શકો છો.

માઈક્રોસોફ્ટ સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલ એપને દૂર કરો. માલવેરના પેકેજ ફોલ્ડરને દૂર કરો. આ કરવા માટે, C:\Users\\AppData\Local\Packages > પર જાઓ. સ્ટાર્ટ અપ ફોલ્ડરમાંથી LNK ફાઇલને દૂર કરો. આ કરવા માટે, C:\Users\\AppData\Microsoft\Windows\Start Menu\Programs\Startup > પર જાઓ અને Skype.lnk અથવા WindowsSecurityUpdate.lnk નામની ફાઇલ શોધો અને કાઢી નાખો.

આ પણ વાંચો: વૈશ્વિક તણાવ ભારત અને સમગ્ર વિશ્વમાં આર્થિક રિકવરી પર ગંભીર અસર કરશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો: Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને દારૂ જપ્ત

g clip-path="url(#clip0_868_265)">