Technology : રસ્તા પર દોડતા વાહનની જાતે જ ચાર્જ થશે બેટરી, આ દેશ કરી રહ્યો છે ખાસ પ્રોજેક્ટ પર કામ
આ પરિયોજના ત્રણ ચરણ હશે અને તે જલ્દી જ શરૂ થવાની આશા છે. ફેઝ 1 અને 2 માં પેવમેન્ટ ટેસ્ટિંગ, વિશ્લેષણ અને ઓપ્ટિમાઇઝેશન રિસર્ચ સામેલ છે. આ રિસર્ચને પર્ડ્યુના વેસ્ટ લાફાયેટ પરિસરમાં જોઇન્ટ ટ્રાંસપોર્ટેશન પ્રોગ્રામ દ્વારા આયોજિત કરવામાં આવશે.
અમેરીકાના ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાંસપોર્ટેશને પર્ડ્યુ યુનિવર્સિટી (Purdue University) સાથે મળીને દુનિયાની પહેલી વાયરલેસ-ચાર્જિંગ કોન્ક્રીટ ફૂટપાથ હાઇવે સેગમેન્ટ વિક્સિત કરવાની દિશામાં વિચારી રહ્યા છે. આ પરિયોજનામાં આધુનિક મેગ્નેટાઇઝેબલ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવશે. આ કોન્ક્રીટને જર્મન સ્ટાર્ટઅપ Magment એ વિક્સિત કર્યુ છે. આ ઇલેક્ટ્રીક વાહનોને વાયરલેસ રીતે ચાર્જ કરવામાં સક્ષમ હશે. જ્યારે ઇલેક્ટ્રીક ગાડીઓ તે રસ્તા પર દોડશે ત્યારે તે જાતે જ ચાર્જ થશે.
આજથી લગભગ 10 વર્ષ પહેલા દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ આ પ્રકારના રસ્તાનો કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો. આ રસ્તો તેની ઉપર ચાલનાર ગાડીઓ અને બસને પોતાની જાતે ચાર્જ કરતી હતી. અને હવે ઇન્ડિયાનામાં આ પ્રકારના કોન્સેપ્ટ પર કામ ચાલી રહ્યુ છે. ઇન્ડિયાનાના ગવર્નર એરિક જે. હોલ્કોમ્બે એક નિવેદનમાં જણાવ્યુ કે, રાજ્ય ટેક્નોલોજીના વિકાસને સપોર્ટ કરીને નવા લીડરના રૂપમાં પોતાની છબીને વધુ મજબૂત કરશે. આ પરિયોજના એ વાતનું પ્રમાણ છે કે રાજ્ય ઇલેક્ટ્રીક વાહનોને સમર્થન આપવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે આગળ વધી રહ્યુ છે.
આ પરિયોજના ત્રણ ચરણ હશે અને તે જલ્દી જ શરૂ થવાની આશા છે. ફેઝ 1 અને 2 માં પેવમેન્ટ ટેસ્ટિંગ, વિશ્લેષણ અને ઓપ્ટિમાઇઝેશન રિસર્ચ સામેલ છે. આ રિસર્ચને પર્ડ્યુના વેસ્ટ લાફાયેટ પરિસરમાં જોઇન્ટ ટ્રાંસપોર્ટેશન પ્રોગ્રામ દ્વારા આયોજિત કરવામાં આવશે. અંતિમ ચરણમાં પરિવહન વિભાગ એક મીલ લાંબા ટેસ્ટ બેડનું નિર્માણ કરશે. જો કે તેના માટે જગ્યા હજી નક્કી કરવામાં નથી આવી.
આ પણ વાંચો – KGF Chapter 2 : જન્મદિવસ પર ચાહકોને સંજય દત્તે આપી એક ગિફ્ટ, ઈંટેસ લુકમાં જોવા મળશે ‘અધીરા’
આ પણ વાંચો – Gujarat માં ભાજપે શરૂ કરી સંગઠન પુન: ગઠનની કવાયત, ડોકટર સેલના સભ્યોની નિમણૂક, કિસાન મોરચાના પ્રભારી પણ નિમાયા