Gujarat માં ભાજપે શરૂ કરી સંગઠન પુન: ગઠનની કવાયત, ડોકટર સેલના સભ્યોની નિમણૂક, કિસાન મોરચાના પ્રભારી પણ નિમાયા
જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મહિમા મોરચાના નવા માળખાની જાહેરાત બાદ હવે ડોકટર સેલના ઝોનવાઇસ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં માળખાને વધુ મજબૂત બનાવવા માટે કિસાન મોરચા દ્વારા પણ જિલ્લા વાર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત(Gujarat )માં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ભાજપે(BJP) સંગઠન પુન: ગઠનની કામગીરી હાથ ધરી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મહિમા મોરચાના નવા માળખાની જાહેરાત બાદ હવે ડોકટર સેલના ઝોનવાઇસ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં માળખાને વધુ મજબૂત બનાવવા માટે કિસાન મોરચા દ્વારા પણ જિલ્લા વાર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત હવે ભાજપ પોતાની આગામી રણનીતિ મુજબ વિવિધ મોરચાના સેલના સભ્યોને વધુ એક્ટિવ થવા અને અનેક કાર્યક્રમો આપવા માટેનું આયોજન કરી રહ્યું છે. જેના લીધે સીધી રીતે પ્રજા સાથે જોડાય શકાય અને રાજ્યની ભાજપ સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહે.
જેમાં પ્રદેશ ભાજપ દ્વારા ડોકટર સેલના હોદ્દેદારોના નામો તથા કિસાન મોરચાના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ ચિકિત્સા ( મેડિકલ ) સેલના પ્રદેશ સભ્યોના નામોની ઝોનવાર યાદી જાહેર કરવામાં આવી હતી.
દક્ષિણ ઝોન
ડો. ધીરેન પટેલ ( સુરત ) ડો. પ્રિતિબેન સોંલકી ( સુરત જિલ્લો ) ડો. બિમલભાઇ પટેલ ( વલસાડ ) ડો. આકાશ વાઘાણી ( સુરત )
મધ્ય ઝોન
ડો. મિતેશભાઇ શાહ ( વડોદરા ) ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( આણંદ ) ડો. મોહનસીંગ રાજપૂત ( વડોદરા) ડો. પિનાકીન એસ. પટેલ ( મહીસાગર )
ઉત્તર ઝોન
ડો. અનિલભાઇ પટેલ ( મહેસાણા ) ડો. કિરણભાઇ પટેલ ( અમદાવાદ ) ડો. નિપુલભાઇ સાલ્વી ( પાટણ ) ડો. હસમુખભાઇ વૈદ્ય ( કર્ણાવતી )
સૌરાષ્ટ્ર ઝોન
ડો. અમિતભાઇ હાપાણી ( રાજકોટ ) ડો. પરેશભાઇ સોંલકી ( ભાવનગર ) ડો. અતુલભાઇ વેકરિયા ( જામનગર શહેર ) ડો. ચેતનભાઇ અધેરા ( મોરબી ) ની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે આ આ ઉપરાંત પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ પ્રદેશ મોરચાના જીલ્લા/મહાનગરના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 50 લોકોની જાહેર કરાયેલી યાદીમાં ડાંગ, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરમાં બે – બે પ્રભારીના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 31 જિલ્લા/ મહાનગરમાં એક-એક પ્રભારીના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં ત્રણ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : Tokyo Olympics માં મેડલ મેળવનારાઓ થઇ જશે માલામાલ, ભારતીય રેલવે આપશે કરોડો રૂપિયા
આ પણ વાંચો : પશુપાલકો જો આ ખાસ જાતિની ગાયનું પાલન કરશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને મળશે આર્થિક લાભ