ખતરનાક છે આઈફોનના આ બે સેટિંગ, તાત્કાલિક કરી દો બંધ
આઈફોનના સેટિંગમાં તમારે હોટસ્પોટનો ઓપ્શન મળે છે, આ ઓપ્શન ખુબ જ કમાલનો છે પણ આ જ ઓપ્શનમાં એક એવુ ફિચર પણ છુપાયેલુ છે, જો તે ઓન રહી ગયુ તો તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. આખરે જાણો કે તે કયુ સેટિંગ છે, જેને તમારે આજે જ આઈફોનમાં બંધ કરી દેવુ જોઈએ.

મોબાઈલ યુઝ કરતા દરેક યુઝરને હંમેશા એક જ ડર હોય છે અને તે છે પ્રાઈવસીનો ડર. તમે પણ જો એપલ આઈફોન યુઝ કરો છો તો તમારા પણ ફોનમાં કેટલાક સેટિંગ છે, જેને તમારે આજે જ બંધ કરી દેવા જોઈએ, નહીં તો ભવિષ્યમાં આ સેટિંગ તમારી મુશ્કેલી વધારી શકે છે.
આઈફોનના સેટિંગમાં તમારે હોટસ્પોટનો ઓપ્શન મળે છે, આ ઓપ્શન ખુબ જ કમાલનો છે પણ આ જ ઓપ્શનમાં એક એવુ ફિચર પણ છુપાયેલુ છે, જો તે ઓન રહી ગયુ તો તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. આખરે જાણો કે તે કયુ સેટિંગ છે, જેને તમારે આજે જ આઈફોનમાં બંધ કરી દેવુ જોઈએ.
સૌથી પહેલા તો બંધ કરી દો આ સેટિંગ
આઈફોનના સેટિંગ ઓપ્શનમાં જાવ, ત્યારબાદ તમારે વાઈફાઈ ઓપ્શનમાં જવુ પડશે, વાઈફાઈ ઓપ્શનમાં ગયા પછી નીચે તરફ સ્ક્રોલ કરો, અહીં તમને ઓટો જોઈન હોટસ્પોટ ઓપ્શન દેખાશે. ઓટો જોઈન હોટસ્પોટ ઓપ્શન પર ટેપ કર્યા બાદ તમારી સામે 3 ઓપ્શન આવશે. પ્રથમ Never, બીજુ Ask to Join અને ત્રીજો ઓપ્શન Automatic. તમારે તેમાંથી પ્રથમ ઓપ્શન Neverને પસંદ કરવાનો છે.
આ સેટિંગને પણ કરો બંધ
તે સિવાય જો તમે સફારી બ્રાઉઝરનો ઉપયોગ કરો છો અને જો તમને પણ નાપસંદ હોય તેવી જાહેરાત આવે છે, જેને તમે દુર કરવા ઈચ્છો છો તો તમારે તેના માટે સેટિંગમાં કયા ઓપ્શનને બંધ કરવો પડશે? તે જાણી લો.
આઈફોનના સેટિંગમાં જાવ અને પછી નીચેની તરફ સ્ક્રોલ કરતા જાવ. અહીં તમને સફારી ઓપ્શન લખેલો નજરે આવશે. આ ઓપ્શન પર ટેપ કર્યા બાદ તમારે ફરી એકવાર સ્ક્રોલ કરતા નીચેની તરફ જવુ પડશે, સૌથી નીચે તમને એડવાન્સ ઓપ્શન દેખાશે. તેની પર ટેપ કર્યા બાદ તમારે પ્રાઈવસી ઓપ્શનમાં Privacy Preserving Ad Measurement ઓપ્શનને બંધ કરી દેવાનો છે.